શું સતત બીજીવાર ઈન્ડિયન ટીમ WTC ફાઈનલ રમશે! જાણો સંપૂર્ણ સમીકરણ…

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ જૂન મહિનામાં યોજાવાની છે. આ ICC ટૂર્નામેન્ટની ફાઈનલ સતત બીજી વખત ઈંગ્લેન્ડમાં યોજાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો જૂન મહિનામાં ઓવલમાં ટકરાશે. જોકે માર્ચમાં જ ફાઈનલ મેચના લગભગ ત્રણ મહિના પહેલા નક્કી થઈ જશે કે કઈ બે ટીમો વચ્ચે ટાઈટલ માટે રમાઈ શકે છે.

જાણો કઈ કઈ ટીમો ફાઈનલની રેસથી બહાર
દુનિયાભરની કુલ 12 ટીમોને ICC તરફથી ટેસ્ટ ક્રિકેટ રમવાની માન્યતા ધરાવે છે અને આ તમામ ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકે છે. જોકે, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનને માત્ર 2018માં જ ટેસ્ટ રમવાની મંજૂરી આપવામાં આવી હતી અને આ બે દેશો નોંધપાત્ર પ્રમાણમાં ટેસ્ટ ક્રિકેટ રમતા નથી. આ કારણોસર, આ બંને ટીમો ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલનો ભાગ પણ નથી. કુલ 10 ટીમો ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે અને આમાંથી ચાર ટીમો અત્યાર સુધી ફાઈનલની રેસમાંથી બહાર છે.

કઈ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ…
કુલ છ ટીમો હજુ પણ ફાઈનલની રેસમાં છે, પરંતુ ઓસ્ટ્રેલિયા અને ભારતનું ફાઈનલ રમવું લગભગ નિશ્ચિત છે. હવે ઓસ્ટ્રેલિયા કે ભારતની ટીમ ફાઈનલમાંથી બહાર થશે તો જ મોટો અપસેટ થશે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે ફાઈનલમાં પહોંચવા માટે સંભવિત ટોપ-2 ટીમો માટે શું સમીકરણો છે…

આ પણ વાંચો

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયા લગભગ ફાઈનલમાં પાક્કી…
ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાને છે. આ ટીમના 75.56 ટકા માર્ક્સ છે. ઓસ્ટ્રેલિયાએ હવે ચાર ટેસ્ટ મેચ રમવા માટે ભારતમાં આવવું પડશે. આ ચાર મેચ જીતવા પર કાંગારૂ ટીમ 80.70 ટકા અંક મેળવી શકશે અને ઓસ્ટ્રેલિયાની ફાઈનલ રમવાનું નક્કી થશે. જોકે આ સિરીઝ હારી જવા છતાં કાંગારૂ ટીમ ફાઇનલમાં પહોંચશે. જો ઓસ્ટ્રેલિયા શ્રેણી 0-4થી હારી જાય છે અને શ્રીલંકા તેની તમામ મેચ જીતી જાય છે, તો ઓસ્ટ્રેલિયા ફાઈનલમાંથી બહાર થઈ જશે, જે ખૂબ જ અસંભવિત છે.

ભારત માટે કપરા ચઢાણ, પરંતુ આશા જીવંત
58.93 ટકા માર્ક્સ સાથે ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. હવે ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ચાર ટેસ્ટ મેચ રમવાની છે. આ ચાર મેચ જીતવા પર ભારતના 68.06 ટકા પોઈન્ટ્સ થઈ જશે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સરળતાથી ફાઈનલમાં પહોંચી જશે. જો કે, ભારત આ શ્રેણીમાં નાના અંતરથી જીત મેળવીને પણ ફાઇનલમાં પહોંચી શકે છે, પરંતુ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમો પણ ફાઇનલની રેસમાં છે. આવી સ્થિતિમાં જો ભારત શ્રેણી હારી જાય છે તો શ્રીલંકા અથવા દક્ષિણ આફ્રિકા તેમની બાકીની મેચો જીતીને ફાઈનલ રમી શકે છે.

ADVERTISEMENT

મહિલાએ ભગવાનની પત્ની હોવાનો દાવો કર્યો, પુજારી પર પણ થૂંકી; જાણો પછી શું થયું…

ADVERTISEMENT

બેંગ્લોરનાં એક મંદિરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આમાં, એક મંદિરનો કાર્યકર એક મહિલાને માર મારતો અને પછી તેને મંદિરની બહાર ઢસડતો જોઈ શકાય છે. મીડિયા અહેવાલો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 21 ડિસેમ્બરની છે.

તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસની છે બાજ નજર

ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT