ચોટીલા બેઠક કોંગ્રેસ ટકાવી રાખશે કે ત્રિપાંખિયા જંગનો બનશે ભોગ, જાણો આ સીટનું સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે વેઢે ગણવા જેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ ગુજરાતની ચૂંટણી જીતવા માટે દિવસ રાત એક કરી દીધા છે. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી પૂરું ફોકસ કર્યું છે. દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત પર તેમની નજર છે. આ દરમિયાન ગુજરાતની જનતા નક્કી કરશે કે કોને સત્તા સોંપવી. વિધાનસભાની  લીંબડી  બેઠક પર ધાર્મિક અને સાહિત્યિક મહત્વ ધરાવતી બેઠક છે . ત્યારે આ બેઠક કોંગ્રેસ ટકાવી રાખવા મેદાને ઉતરી છે જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી આ બેઠક પર એડી ચોંટીનું જોર લગાવી રહી છે.

ચોટીલા બેઠક ગુજરાતની વિધાનસભા મતવિસ્તારની 63મો ક્રમ ધરાવતી બેઠક છે ચોટીલા બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ઉપરાંત વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રા અને દસાડા એમ પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર વઢવાણની બેઠક મળી હતી. જોકે, ત્યારબાદ યોજાયેલી લીંબડી અને ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું હતું. હાલ જિલ્લાની પાંચ બેઠકોમાંથી 3 ભાજપ પાસે છે.

ધાર્મિક મહત્વ
ચોટીલા વિધાનસભા હેઠળ ચોટીલા પર્વત પર માતા ચામુંડાનું મંદિર છે. જેમાં લોકોનો અતૂટ વિશ્વાસ છે. જેના કારણે અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. પર્વત પર સ્થિત આ મંદિર સુધી પહોંચવા માટે આ વર્ષે ગુજરાત સરકારે વિકાસ પ્રોજેક્ટ હેઠળ રોપ-વે શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ ચોટીલા ટ્રસ્ટે આને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.

ADVERTISEMENT

ચોટીલાનું મહત્વ
ઝવેરચંદ મેઘાણીના લીધે ચોટીલા પોતાનું આગવું સ્થાન ધરાવે છે. મેઘાણીના જન્મ સ્થળ ચોટિલામાં મેઘાણી સ્મારક – મ્યૂઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મેઘાણી રચિત લોકસાહિત્ય, શૌર્ય રચના, ગદ્ય-પદ્ય, સાહિત્ય અને સ્વતંત્રતાના સંગ્રામમાં જન જુવાળ જગાવવાના મેઘાણીના પ્રદાનને આ મ્યુઝિયમના માધ્યમથી યુવાપેઢી આવનારી પેઢીમાં સદાકાળ જીવંત પ્રેરણારૂપ રાખવાનો આ પ્રયાસ મેઘાણીને સાચી શ્રદ્ધાંજલિ છે.

બેતાલુકાન માતદારો કરશે મતદાન 
ચોટીલા વિધાનસભા બેઠકમાં ચોટીલા અને મુળી તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક ચોટીલા તાલુકાના 111 ગામ અને મૂળી તાલુકાના ગામડાઓના મતદાર પોતાના પ્રતિનિધિ નક્કી કરે છે.

ADVERTISEMENT

2017 ની ચૂંટણી
2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ આ બેઠક જીતી હતી. જેમને 79,960 મત મળ્યા હતા. જ્યારે ભાજપે તેમની સામે ઝીણાભાઈને ટિકિટ આપી હતી. જેમને 56,073 મત મળ્યા હતા.

ADVERTISEMENT

પેટાચૂંટણી
ચોટીલા બેઠક પર ત્રણ વખત પેટા ચૂંટણી યોજાઇ છે. વર્ષ 2000, 2009 અને 2010માં પેટા ચૂંટણી યોજાઇ છે. જોકે ગુજરાતની સ્થાપન પહેલા પણ વર્ષ 1952માં પેટા ચૂંટણી થઈ હતી.

જાતિગત સમીકરણો
ચોટીલા બેઠક પર તળપદા કોળીનું પ્રભુત્વ વધુ જોવા મળી રહી છે. તળપદા કોળીની સંખ્યા 78,000 છે. જ્યારે ભરવાડ-રબારી 24,000, ચુ.કોળી (ઠાકોર) 23,000, એસ.સી. 22,000, કાઠીદરબાર 15,000, ગીરાસદાર ક્ષત્રિય 10,000, રજપુત 8,000, પ્રજાપતિ 7,500, કડવા પટેલ 7,000, દલવાડી 6,500, મુસ્લીમ 6,500, દેવીપુજક,સાધુ, વાણંદ,સુથાર, દરજી અન્ય ઓબીસી મળી 15,900 જ્યારે લેઉવા પટેલ, જૈન, બ્રાહ્મણ, લોહાણા, સોની, કંસારા 8,600 મતદારો છે.

મતદાર
આ બેઠક પર કુલ 2,61,686 મતદાર છે. જેમાંથી 1,37,376 પુરુષ મતદાર છે. જ્યારે 1,24,301 સ્ત્રી મતદાર છે. જ્યારે 9 અન્ય મતદાર છે. ચોટીલા વિધાનભણી ચૂંટણી પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે થશે. જ્યારે જનાદેશ 8 ડિસેમ્બરના જાહેર થશે.

2022ના ઉમેદવારો
કોંગ્રેસ- ઋત્વિજ મકવાણા
ભાજપ- શામજીભાઇ ચૌહાણ
બસપા- ભીમાભાઈ ડાભી
અપક્ષ- વાલજીભાઇ રાઠોડ
અપક્ષ – જયેશભાઈ ઠાકોર
અપક્ષ- રાયધનભાઈ કુમારખાણિયા
અપક્ષ- વિનુભાઈ માધર
અપક્ષ- જિગ્નેશકુમાર માલકિયા
આમ આદમી પાર્ટી- રાજુભાઇ કપરાડા

વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 મકવાણા ઋત્વિકભાઈ લવજીભાઈ- કોંગ્રેસ
2012 શ્યામજીભાઈ વીરજીભાઈ ચૌહાણ- ભાજપ
2010 (પેટા) કે બી વશરામભાઈ- ભાજપ
2009 (પેટા) કે વી હરજીભાઈ- ભાજપ
2007 પોપટભાઈ સેવિશભાઈ જીજારીયા- કોંગ્રેસ
2002 જીંજરી પોપટભાઈ સાવદભાઈ- અપક્ષ
2000 (પેટા) મકવાણા મહેશકુમાર- ભાજપ
1998 સવિષભાઈ કાનજીભાઈ મકવાણા- કોંગ્રેસ
1995 કરામસિંહ કાનજીભાઈમક્વાણા- કોંગ્રેસ
1990 કરમસિંહ કાનજીભાઈ મકવાણા- જનતાદળ
1985 કરમસિંહ કાનજીભાઈ મકવાણા- અપક્ષ
1980 મકવાણા કર્મસિન્હ નજીબભાઈ- કોંગ્રેસ
1975 મકવાણા કરીંદભાઈ કાનજીભાઈ- કોંગ્રેસ
1972 કરમશીભાઇ કાનજીભાઈ- કોંગ્રેસ
1967 ધર્મેન્દ્રસિંહજી -એસડબ્લ્યુએ
1962 ત્રમ્બકશા મોહનલાલ દવે- કોંગ્રેસ

    follow whatsapp

    ADVERTISEMENT