મુખ્યમંત્રી રાજીનામુ આપશે કે લઈ લેવામાં આવશે? જાણો શું કહ્યું કોંગ્રેસે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોરબીની ઘટનાને લઈ દેશ ભરમાં પડઘા પડ્યા છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 56થી વધુ બાળકો સહિત 135થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું કંપી ઉઠ્યું છે. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈને વિપક્ષ આક્રમક બન્યું છે. કોંગ્રેસના નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસ આક્રમક મૂડમાં
મોરબીમાં થયેલ દુર્ઘટનાને લઈ સમગ્ર રાજ્ય કંપી ઉઠ્યું છે. કોંગ્રેસ હવે મોરબીની ઘટનાને લઈ આક્રમક બન્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું કે, જે ગુજરાતે પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી પદ પર પહોંચાડ્યા આજે તે જ ગુજરાતમાં આવીને હેટ પહેરી કાર્યક્રમ કરી રહ્યા છે. લાલ બૂહાદુર શાસ્ત્રીએ ટ્રેન દુર્ઘટના બાદ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપી દીધું હતું. હવે સવાલ એ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામુ આપશે કે તેમને કાઢી મૂકવામાં આવશે? અમે એ જાણવા માંગીએ છીએ. કોની જવાબદારી છે આ રાજ્યની? કોણ જવાબદારી લઈ રહ્યા છે ગુજરાતના લોકોની જિંદગીની? શું આ કંપની પાસે સંચાલન અને રીપેરિંગનો અનુભવ છે? આ દરેક સવાલ એક-એક હિન્દુસ્તાનીના મગજમાં છે.

આ રાજનીતિનો સમય નથી
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, હવે સરકાર મોરબીથી લોકોનું ધ્યાન ભટકાવવાના તમામ પ્રયત્નો કરશે. લોકોનું ધ્યાન મોરબી થી અલગ જગ્યાએ લઈ જવામાં આવશે. અમે હાથ જોડી ને વિનંતી કરીએ છીએ કે મોરબી પરથી ધ્યાન હટવા ન દેતા. 191 લાશ મળી ચૂકી છે. આપડે ધ્યાન હટાવી દેશું તો સરકાર કોઈ જ જવાબદારી નહીં માને. તેમણે કોઈ ડર નહીં રહે. સરકાર પર ડર રહેવો જરૂરી છે. ભલે કોઈ મરી જાય તેનાથી સરકારને કોઈ ફરક નથી પડતો. જવાબદારી હવે આપડા પર છે. આ સમય રાજનીતિનો નથી પરંતુ અમારે સવાલ પૂછવા પડશે નહીંતર કેટલાય લોકોના જીવ જશે

ADVERTISEMENT

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ આંકમાં સતત વધારો
મોરબી માટે મચ્છુ ફરી મોત બની મંડરાઇ અને ફરી મોરબીને ચોધાર આંસુએ રડાવ્યું છે. તહેવાઓની ગુજથી ગુંજતા મોરબીમાં અચાનક મોતની ચીસો સાંભળાવા લાગી. મોરબીમાં થયેલ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયા છે. જેમાં  56 બાળકો 79 પુખ્ત વયના લોકોનો સમયવેશ થાય છે. 135 મૃતકો પૈકી 107 નાગરિકો મોરબીના સ્થાનિક રહેવાસી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT