શું ગુજરાતમાં પઠાણ ફિલ્મ રિલિઝ થશે? પોસ્ટરો પર થયો ચપ્પલમારો! સરકારને પ્રતિબંધ લાદવા અપિલ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ પઠાણ ફિલ્મનું એક ગીત બહાર આવતાની સાથે જ હોબાળો મચી ગયો છે. શાહરુખ ખાન અને દીપિકાના એ ગીતમાં એક સીન વિવાદાસ્પદ પોશાકના કારણે તથા કેટલાક શબ્દોના ચર્ચાનો વિષય બન્યો છે. દેશમાં ઠેર ઠેર પઠાણ ફિલ્મ પર પ્રતિબંધ લાદવાની સાથે શાહરુખ ખાન માફી માગે એવો વંટોળ ઉદભવ્યો છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે જામનગરમાં પણ પઠાણ ફિલ્મના બહિષ્કારને લઈને હિન્દુ સેના મેદાને આવી ગઈ છે. જાણો તેમને સરકારને આ ફિલ્મ પર પ્રતિબંધિત કરવા માટે અપિલ કરતા શું કહ્યુ..

પઠાણ ફિલ્મના પોસ્ટરો પર ચપ્પલમારો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જામનગરમાં હિન્દુ સેના દ્વારા પઠાણ ફિલ્મને લઈને બિહિષ્કાર કરાયો છે. જેમાં પઠાણ ફિલ્ના વિવાદાસ્પદ પોશાક, ગીત વિરોધી નારા સાથે તેના પોસ્ટર પર ચપ્પલો મારવામાં આવી રહી છે. હિન્દુ સમાજની લાગણી દુભાવવાના આક્ષેપ સાથે લોકોએ રસ્તા વચ્ચે ઉગ્ર વિરોધ કર્યો હતો. તથા આવી ફિલ્મોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી પણ તેણે ઉચ્ચારી હતી.

ગુજરાત સરકારને પ્રતિબંધ લાદવા અપિલ..
મીડિયા અહેવાલો પ્રમાણે હિન્દુ સેનાએ ગુજરાત સરકારને પઠાણ ફિલ્મ રાજ્યમાં રિલિઝ ન થાય એની વિનંતી કરી છે. તેમણે ગુજરાતમાં આ પ્રમાણેની ફિલ્મો પર પ્રતિબંધ લાદવો જોઈએ એની ચીમકી ઉચ્ચારી છે. તથા સેન્સર બોર્ડમાંથી પણ આને અનુમતિ ન મળે એવી માગણી ઉઠી રહી છે. તેવામાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ફિલ્મ ગુજરાતમાં રિલિઝ થશે કે નહીં? તથા અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે હિન્દુ સેનાએ વિનંતી કરતા વધુમાં કહ્યું છે કે પઠાણ ફિલ્મ રિલિઝ થઈ તો કાયદો વ્યવસ્થા ખરડાઈ પણ શકે છે. તેવામાં હવે આ ફિલ્મને લઈને શું નિર્ણય લેવાય એ આગામી સમય જ બતાવશે…

ADVERTISEMENT

With Input: દર્શન ઠક્કર

    follow whatsapp

    ADVERTISEMENT