પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે એશિયા કપ-2023 ની યજમાની, જાણો આ ટૂર્નામેન્ટ ક્યાં યોજાઈ શકે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ આ વર્ષે યોજાનાર એશિયા કપને લઈને નમતું જોખવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  પાકિસ્તાને આખરે ભારત સામે હાર સ્વીકારવી પડે તેમ છે. એટલે કે હવે પાકિસ્તાન પર એશિયા કપની યજમાની છીનવી લેવાનું લગભગ નક્કી છે. એશિયા કપ 2023ને લઈને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ની એક ઈમરજન્સી બેઠક શનિવારે બહેરીનમાં યોજાઈ હતી.

આ બેઠકમાં એશિયા કપ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે એશિયા કપને લઈને હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જય શાહની અધ્યક્ષતામાં મળેલી ACCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આગામી બેઠક માર્ચમાં મળશે. આ બેઠક બાદ જ એશિયા કપ અંગે નિર્ણય લેવામાં આવશે.

 યુએઇમાં યોજવાની સંભાવનાઓ 
આ વખતે એશિયા કપ સપ્ટેમ્બરમાં યોજાવાનો છે. જેનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. પરંતુ પીટીઆઈના જણાવ્યા અનુસાર પાકિસ્તાન પાસેથી એશિયા કપની યજમાની છીનવી લેવાનું લગભગ નિશ્ચિત છે. માર્ચમાં યોજાનારી આગામી બેઠકમાં એશિયા કપને શિફ્ટ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ વખતે એશિયા કપ યુએઈમાં યોજાઈ શકે છે. આ ઉપરાંત  શ્રીલંકા પણ એક વિકલ્પ છે. પરંતુ UAEનો દાવો મજબૂત છે. કોઈપણ રીતે, BCCI તેના નિર્ણય પર અડગ છે કે તે ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસ પર નહીં મોકલે. આવી સ્થિતિમાં પાકિસ્તાને એશિયા કપની જીદ છોડવી પડશે. આવી સ્થિતિમાં ચાહકોને આ વખતે યુએઈમાં એશિયા કપ જોવા મળી શકે છે.

ADVERTISEMENT

અફઘાનિસ્તાનને લઈ લેવાયો મોટો નિર્ણય
ACCની બેઠકમાં અફઘાનિસ્તાન ક્રિકેટને આપવામાં આવનાર વાર્ષિક બજેટને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અફઘાન બોર્ડના બજેટમાં 6 ટકાનો વધારો કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ વાર્ષિક બજેટ વધારીને 15 ટકા કરવામાં આવ્યું છે. આ સાથે બેઠકમાં ભાગ લેનાર તમામ અધિકારીઓએ અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટના વિકાસ પર વધુ ધ્યાન આપવાની વાત કરી હતી.

આ પણ વાંચો: ઉર્વશી ધોળકિયાની કારને મુંબઈમાં નડ્યો અકસ્માત, સ્કૂલ બસે કારને લીધી હડફેટે

ADVERTISEMENT

 BCCI તેના નિર્ણય પર અડગ
ACCની આ બેઠક પહેલા ભારતીય બોર્ડના સૂત્રોએ કહ્યું હતું કે, ‘BCCI તેના નિર્ણય પર અડગ છે. અમે પાકિસ્તાનના પ્રવાસે બિલકુલ નહીં જઈએ, કારણ કે આ માટે અમને હજુ સુધી સરકાર તરફથી મંજૂરી મળી નથી. તાજેતરમાં, ACC પ્રમુખ તરીકે જય શાહે આગામી બે વર્ષ (2023-24) માટે એશિયન ક્રિકેટનું શેડ્યૂલ પણ બહાર પાડ્યું હતું, જેમાં એશિયા કપ પણ સામેલ હતો. આ દરમિયાન એશિયા કપની તારીખો અને સ્થળ જાહેર કરવામાં આવ્યા ન હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT