હકુભા જાડેજાને હાઈકોર્ટનો મોટો ઝાટકો, આગામી ચૂંટણી લડી શકશે કે નહીં એ પ્રશ્ન..
જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપના નેતા અને ખંભાળિયાના MLA ધર્મેન્દ્ર સિંહ (હકુભા) જાડેજાને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ફોજદારી…
ADVERTISEMENT
જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપના નેતા અને ખંભાળિયાના MLA ધર્મેન્દ્ર સિંહ (હકુભા) જાડેજાને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ફોજદારી કેસ પાછો ખેંચવાની હકુભાની અરજીને ફગાવી દીધી છે. વધુમાં હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ…
હકુભાને પડ્યો મોટો ફટકો…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને એક બાજુ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પણ શરૂ થઈ ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં જામનગર ઉત્તરમાં હકુભા અને રિવાબા જાડેજા વચ્ચે ઉમેદવારી પસંદગીની રસાકસી ભરી ટક્કર જામી છે. અટકળો પ્રમાણે આ બેમાંથી કોઈ એક દિગ્ગજને ટિકિટ મળી શકે છે.
જોકે વર્ષ 2007માં દેવભૂમિ દ્વારકામાં મારામારી તોડફોડ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે હકુભા જાડેજાને કોઈપણ પ્રકારની રાહત આપી નથી. આ દરમિયાન ક્રિમિનલ કાર્યવાહી પડતી મૂકવાની છૂટ માગતી તેમની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે કહ્યું- આરોપી સામે કાર્યવાહી થવી જોઈએ
ગુજરાત હાઈકોર્ટે ફોજદારી કેસ પરત ખેંચવાની મંજૂરી આપવાની અરજી ફગાવી દીધી હતી. આની સાથે એમ પણ કહ્યું હતું કે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હવે આગામી ચૂંટણી હકુભા જાડેજા લડી શકશે કે નહીં એ અંગે સવાલો ઉઠી રહ્યા છે.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT
ADVERTISEMENT