AAPની દુખતી નસ દબાવીને BJP ગોપાલ ઇટાલીયાનું રાજીનામું લેવડાવી દેશે? જુઓ શું છે સમગ્ર ખેલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં ધર્મઆધારિત રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં દિલ્હીના દાવ પર ગુજરાતમાં રમત રમાઈ હતી અને વિકેટ દિલ્હીમાં પડી હતી. આમ આદમી પાર્ટીના દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક કાર્યક્રમમાં ગયા હતા અને ધર્માંતરણના વિવાદને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું જે મામલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે રાજીનામું ધરી દીધું હતું. હવે સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલીયાને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી ગોપાલ ઇટાલીયાના જૂના વિડીયો વાઇરલ થઈ રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષનું પણ ચૂંટણી પહેલા લેવામાં આવશે રાજીનામું? તેવા સવાલો થઈ રહ્યા છે.

ઇટાલિયાનો વાણી વિલાસ કરશે આપને નુકશાન?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યા છે. ગુજરાતની ચૂંટણી પહેલા ટ્વિટર યુદ્ધ બાદ હવે વિડીયો યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. રાજકારણમાં જૂની વાત ક્યારે તાજી થઈ જશે તે નક્કી નથી થતું ત્યારે હવે સોશિયલ મીડિયા વધુ એક્ટિવ થતાં ની સાથે જ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વાણી વિલાસને કારણે સતત ચર્ચામાં છે ત્યારે હવે છેલ્લા બે દિવસ થી ગોપાલ ઇટાલીયાના જૂના વિડીયો વાઇરલ થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલીયાના આવા અનેક વિડીયો સામે આવે તો નવાઈ નહીં. ગોપાલ ઇટાલીયા અનેક વખત વાણી વિલાસના કારણે ચર્ચામાં આવી ચૂક્યા છે ત્યારે આવનાર સમયમા ગોપાલ ઇટાલીયાની મુશ્કેલીમાં વધારો થશે તે નક્કી છે. આમ આદમી પાર્ટી વિવાદિત નેતાઓના રાજીનામાં લેવામાં જાણીતી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલીયાનું રાજીનામું લઈ શકે છે કેજરીવાલ.

મતદાન પર અસર થશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ચૂંટણીનો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે અરવિંદ કેજરીવાલના પ્રવાસ દરમિયાન જ રાજેન્દ્ર પાલના વિવાદિત વિડીયોથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ રાજેન્દ્ર પાલે રાજીનામું આપી દીધું છે ત્યારે ગુજરાતની ચૂંટણી પહેલા તૈયાર થયેલ માહોલ ગોપાલ ઇટાલીયાના જૂના વિડીયોથી આમ આદમી પાર્ટીને મતદાન પર અસર થશે તેમ લાગી રહ્યું છે. તૈયાર થયેલ થોડો માહોલ પણ બગાડવા લાગ્યો છે. ત્યારે કેજરીવાલ ગોપાલ ઇટાલિયા પર એક્શન લઈ શકે છે. છેલ્લા 2 દિવસથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી થી લઈ ભાજપના નેતાઓ ઇટાલીયાના જૂના વિડીયો ટ્વિટ કરી રહ્યા છે. ત્યારે આ ટ્વિટથી આમ આદમી પાર્ટી પર દબાણ વધી રહયું છે.

ADVERTISEMENT

દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે રાજીનામું આપ્યું
દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે રવિવારે રાજીનામું આપ્યું હતું. હાલમાં જ તેઓ દેવી-દેવતાઓ પર આપેલા નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા. આ વિવાદ બાદ ભાજપે મુદ્દો પકડી લીધો હતો અને તેના મુદ્દે ભારે વિરોધનો સામનો પણ આમ આદમી પાર્ટીએ કરવો પડ્યો હતો. રાજેન્દ્ર પાલ ગૌતમે પોતાના રાજીનામાના પત્રને ટ્વિટ કરીને લખ્યું કે, “આજે મહર્ષિ વાલ્મિકીજીનો પ્રગટ દિવસ છે અને બીજી તરફ માન્યવર કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંયોગમાં આજે હું અનેક બંધનોમાંથી મુક્ત થયો અને આજે ફરી જન્મ્યો છું. હવે હું કોઈ પણ પ્રકારના પ્રતિબંધો વિના સમાજ પર અત્યાચાર અને અધિકારો માટે વધુ મક્કમતાથી લડતો રહીશ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT