પતિએ મોબાઈલ માંગી લેતા પત્નીએ આત્મહત્યા કરી, રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું..

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ અત્યારના ડિજિટલ યુગમાં મોબાઈલ જીવન જરૂરી ગેજેટ બની ગયું છે. તેવામાં લોકોને એક સેકન્ડ પણ એના વગર ચાલતું નથી એમ લાગી રહ્યું છે. ત્યારે હવે નર્મદા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ શાબ્દિલ બોલાચાલી દરમિયાન પત્ની પાસેથી મોબાઈલ માંગી લેતા મુદ્દો ગરમાયો હતો. ત્યારપછી પત્નીએ એક રૂમમાં બાંધણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

7 મહિના પહેલાં જ લગ્ન થયા હતા..
નાંદોદના ઢોચકી ગામે મહિલા અને પતિ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો એટલો બિચક્યો કે પતિએ ફોન જ માંગી લીધો હતો. પત્નીને આ વાત બિલકુલ ન ગમી અને તેણે વધારે ઝઘડો શરૂ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે હજુ સુધી લગ્ન કર્યાને તેમને માત્ર 7 મહિના જ થયા છે. મહિલા અચાનક જ ઘર બહાર ચાલી ગઈ હતી.

ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી..
મહિલાએ ત્યારપછી ગળે ફાંસો ખાઈ લીધો હતો. એટલું જ નહીં તેણે ઘર પાસે આવેલા રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઈ હતી. વળી મોબાઈલ ફોનનું વળગણ મોત સુધી લઈ જાય એના કિસ્સાએ સમાજની આંખ ઉઘાડી દીધી છે.

ADVERTISEMENT

With Input: નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp

    ADVERTISEMENT