કેમ રાજપીપળામાં અશાંત ધારો લાગુ કરાયો? જાણો શહેરના 6 વિવિધ વિસ્તારમાં અમલીકરણનું કારણ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ગુજરાત સરકારે રાજપીપલા શહેરના અમુક વિસ્તારમા અશાંત ધારો લાગુ કરાયો છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો દ્વારા કેટલાક વિસ્તારમાં આને લાગૂ કરવાની માગ કરાઈ હતી. ત્યારપછી બે અલગ અલગ સમુદાયની વસતિ હોવાના કારણે ધાર્મિક સ્થળ હોય એ વિસ્તારમાં અશાંત ધારો લાગૂ કરવા માટે અપીલ કરાઈ હતી. જેને લઈને ત્યારપછી છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ મહેસુલ મંત્રીને રજૂઆત કરી હતી. ત્યારપછી આગળ આ મામલે કાર્યવાહી ધરવામાં આવી હતી.

અશાંત ધારો ધાર્મિક સ્થળોના વિસ્તારમાં લાગૂ કરાયો…
રાજપીપળાનાં કેટલાક વિસ્તારો જેવા કે દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગા, માલીવાડ, પારેખ ખડકી, સહિતના વિસ્તારોમાં સ્થાનિકોએ અશાંત ધારો લાગૂ કરવા માટે અપિલ કરી હતી. નોંધનીય છે કે આ વિસ્તારમાં બે અલગ અલગ સમુદાયના લોકો વસવાટ કરે છે. વળી ધાર્મિક સ્થળોનો જે વિસ્તાર છે ત્યાં આ અશાંત ધારો લાગૂ કરવા માટે સ્થાનિકોએ નિવેદન કર્યું હતું.

ગુજરાત સરકારે અમુક વિસ્તારમાં લાગૂ કર્યો
આજુબાજુના વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરવા અગાઉ શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત પણ કરી હતી. ત્યારપછી છોટાઉદેપુરનાં સાંસદ ગીતાબેન રાઠવાને પણ સ્થાનિકોએ રજૂઆત કરતા ગીતાબેન રાઠવાએ મહેસુલ મંત્રીને રજૂઆત કરી હતી.ત્યારપછી મહેસુલ મંત્રીની સૂચનાથી અશાંત ધારો લાગુ કરવા કાર્યવાહી હાથ ધરવા માટે મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને લેખિત હુકમ અપાયો હતો. આ તમામની વચ્ચે ગુજરાત સરકારે રાજપીપળા શહેરના અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કર્યો છે.

ADVERTISEMENT

With Input: નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp

    ADVERTISEMENT