કેમ ભાજપના નેતા 2022ની ચુંટણીમાં 2002નો સતત ઉલ્લેખ કરે છે, પ્રેમ શુક્લા કર્યો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સતત એક મુદ્દો ચર્ચામાં રહ્યો એ છે વર્ષ 2002. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ આ દિગ્ગજ નેતાઓએ વર્ષ 2002નો ક્યાંકને ક્યાંક ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ મામલે ભાજપના નેતા પ્રેમ શુક્લાને અમદાવાદમાં યોજાયેલી ગુજરાત Tak બેઠકમાં સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યુંકે, જે સાંપ્રદાયિક દંગાની શાળાઓ ચલાવે છે તેમને ફરી ગુજરાત નથી સોંપવું. આ જનતા સામે રાખવું તે અમારું સંવિધાનીક દાયિત્વ છે. શાંતિ વગર વિકાસ સંભવ નથી.

ભાજપના નેતા પ્રેમ શુક્લાએ કહ્યું કે, ગુજરાત ની રાજનીતિમાં વ્યાપક પરિવર્તન 2002 બાદ જ આવ્યું હતું. 2002 પહેલા 365 દિવસ માંથી 265 દિવસ ગુજરાતમાં કર્ફ્યૂ રહેતું હતું.લોકો બહાર નીકળતા હતા ત્યારે ડર લાગતો હતો કે ફરી ઘરે સુરક્ષિત આવશું કે નહીં. 2002માં દંગા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવ્યો. તેના પરિણામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે. જેના કારણે 2002 યાદ અપાવવું પડે છે. 2022 માં 2002ની સ્થિતિ યાદ અપાવવી પડે છે.

ભાજપના નેતા પ્રેમ શુક્લા વિકાસ મામલે કહ્યું કે, શાંતિ વગર વિકાસ સંભવ નથી, 2002 બાદ વિકસ થયો, FDI ગુજરાતમાં કેમ આવ્યું, MSME સૌથી વધુ ગુજરાતમાં કેમ આવ્યા, સૌથી વધુ સ્ટાર્ટ અપ ગુજરાતમાં કેમ આવ્યા ગુજરાતમાં 7 કલાક વીજળી મળતી હતી જે 24 કલાક મળવા લાગી છે. આજે ગુજરાતના ગામમાં વીજળી લેવા વાળા નહીં પરંતુ વીજળી વેચવા વાળા છે તેનું ઉદાહરણ બની રહ્યા છે. તેનું કારણ ગુજરાત સુસાશન યુક્ત થયું અને ગુજરાત દંગા મુક્ત થયું. જે સાંપ્રદાયિક દંગાની શાળાઓ ચલાવે છે તેમને ફરી ગુજરાત નથી સોંપવું. આ જનતા સામે રાખવું તે અમારું સંવિધાનીક દાયિત્વ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT