ગુજરાતમાં કેમ અચાનક PMએ મોરચો સંભાળવો પડ્યો? પહેલા CM, હવે હોદ્દેદારો સાથે બેઠક
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં જ અરવિંદ કેજરીવાલ 6થી પણ વધુ વખત…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં જ અરવિંદ કેજરીવાલ 6થી પણ વધુ વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. ગુજરાતની જનતાને અત્યાર સુધીમાં તેઓ 6 જેટલી ગેરંટી આપી ચૂક્યા છે. બીજી તરફ ભાજપ 27 વર્ષમાં પાર્ટીએ કરેલા વિકાસને લોકો સમક્ષ રજૂ કરી રહી છે. પરંતુ તેમ છતાં AAPનો પ્રભાવ લોકો પર દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં હવે ખુદ વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાતમાં મોરચો સંભાળવા પહોંચી ગયા છે.
CM બાદ હવે હોદ્દેદારો સાથે બેઠક
ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન સાથે મુલાકાત યોજી હતી. જોકે મુખ્યમંત્રી બાદ પણ કે.કૈલાશનાથન સાથે વડાપ્રધાને બંધબારણે મુલાકાત યોજી હતી. આ બેઠકમાં કે.કૈલાશ નાથન પાસેથી તેમણે ગુજરાતની કેટલીક વિશેષ પરિસ્થિતીઓનો તાગ તો મેળવ્યો હતો. આ ઉપરાંત ચૂંટણી અગાઉ અધિકારીઓનો ચિપાતા ગંઝીફા અંગે પણ ચર્ચાઓ કરી હતી. જો કે આ બાબત પીએમએ સીધુ જ માર્ગદર્શન આપ્યું હતું.
એક જ કારમાં PM-CM કમલમ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઝુકીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મહાત્મા મંદિરથી એક જ કારમાં કમલમ જવા રવાના થયા હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી અલગ અલગ કારમાં જતા હોય છે, પરંતુ PM અને CM એક જ કારમાં જતા તેમના વચ્ચે કારમાં જ કોઈ મુદ્દે ચર્ચા થઈ હોઈ શકે છે. બીજી તરફ ગઈકાલે એરપોર્ટ પર ઉતર્યા બાદ પણ વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે જ બંધ બારણે બેઠક કરી હતી.
ADVERTISEMENT
PM મોદીના કાર્યક્રમમાં અચાનક ફેરફાર કરાયો
ખાસ બાબત એ છે કે, અગાઉ વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, તે મુજબ વડાપ્રધાન સાંજે 6 વાગ્યા બાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થવાના હતા. પરંતુ અચાનક વડાપ્રધાને હોદ્દેદારોની બેઠક બોલાવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
ADVERTISEMENT