મોતના તાંડવ બાદ ઓરેવાના માલિકની ધરપકડ કેમ નહીં, જાણો શું કહે છે પોલીસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી:  મોરબીમાં પુલ તૂટતાં એક ઝાટકો અને અનેક જીંદગીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મોરબીની મચ્છુ નદી ફરી એક વખત મોતની નદી બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે આ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રેન્જ IG અશોક યાદવએ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે અતિ દુ: ખદ દુર્ઘટના બની હતી. જેમાં લગભગ 24 કલાક સુધી કરૂણ દ્રશ્યો અમે જોયા હતા. આ અંગે અમે એક FIR દાખલ કરી છે. તપાસમાં જેના નામ ખુલશે તેની ધરપકડ કરવામાં આવશે.

તપાસમાં જેના નામ ખુલશે તેની ધરપકડ કરવામાં આવશે.
તમામ પાસાને ધ્યાને રાખી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી છે. પ્રથમ તબ્બકા માં 9 આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તપાસમાં જેના નામ ખુલશે તેની ધરપકડ કરવામાં આવશે. ફોરેન્સિક સાઇન્સ, સ્ટ્રકચાર એન્જિનિયરએ તમામ પ્રકારના એક્સપર્ટ ઓપીનિયન હોય તેની પોલીસ દ્વારા સહાય લેવામાં આવી છે. આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે. લોકોને તમામ મદદ કરવામાં આવી છે. 6.30એ ઘટના ઘટી અને 6.40એ પોલીસ પહોંચી ચૂકી હતી.

પ્રથમ તબ્બકામાં ટેકનિકલ ખામી સામે આવી
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, 140થી વધુ વર્ષ જૂનો બ્રિજ છે. બ્રિજ તૂટતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 100 એમ્બ્યુલન્સ પહોંચી હતી. જળ કુંભીના કારણે અમને તકલીફ પડી હતી.પ્રથમ તબ્બકામાં મૂળ બેદરકારી ટેકનિકલ ખામી સામે આવી છે. તમામ પુરાવા પર તપાસ શરૂ છે. 134 લોકોના અવસાન થયા છે. તમામ મિસિંગને શોધી કાઢવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારના અત્યારે કોઈ મિસિંગ નથી. કોઈ વ્યક્તિ ગુમ હોય તો જાણ કરવા અપીલ કરી

ADVERTISEMENT

9 લોકોની અટકાયત
આ મામલે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં 2 મેનેજર,2 ટિકિટ ક્લાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 બ્રિજ રિપેર કારનાર કોન્ટ્રાકટરની અટકાયત કરવામાં આવી છે. દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ હશે તો તેના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

– દિપક પારેખ(મોરબી)44 વર્ષ
-દિનેશ દવે(મોરબી)41
-મનસુખ ટોપીયા (મોરબી)59
-માદેવ સોલંકી( મોરબી)36
-પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63
-દેવાંગ પરમાર(ધ્રાંગધા)31
-અલ્પેશ ગોહિલ(દાહોદ)25
-દિલીપ ગોહિલ(દાહોદ)33
-મુકેશ ચૌહાણ(દાહોદ)26

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT