કોહલી ચાલુ મેચમાં પંત પર કેમ ગુસ્સાથી લાલઘુમ થયો, જુઓ પંતની ચોંકાવનારી પ્રતિક્રિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs BAN, 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે જોવાજેવી થઈ હતી. વિરાટ કોહલી ચાલુ મેચમાં રિષભ પંત પર ગુસ્સાથી ભડકી ઉઠ્યો હતો. એટલું જ નહીં વિરાટ કોહલી એટલો ગુસ્સામાં હતો કે તે ઘણા સેકન્ડો સુધી રિષભ પંત સામે કાતરિયા કાઢીને જોતો રહ્યો હતો. અત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

કોહલીનો વિરાટ ગુસ્સો…
ભારતીય ઇનિંગ્સની બેટિંગમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ક્રિઝ પર બેટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશી સ્પિનર ​​મેહદી હસને આ ઓવરનો છેલ્લો બોલ કોહલીને ફેંક્યો હતો, ત્યારબાદ આ વિરાટે બોલને મિડ-ઓન તરફ ફ્લિક કર્યો અને તે સિંગલ રન લેવા દોડ્યો હતો. વિરાટ કોહલી તેની ક્રિઝથી ઘણો દૂર આવી ગયો હતો, પરંતુ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભા રહેલા રિષભ પંતે તેને અડધી પિચમાંથી પાછો મોકલી દીધો હતો અને પછી થઈ જોવાજેવી…

રિષભ પંત તો જોતો જ રહી ગયો…
રિષભ પંતના અચાનક આવું કરવાને કારણે વિરાટ કોહલી રન આઉટ થવાથી બચી ગયો હતો. વિરાટ કોહલીએ પોતાની વિકેટ બચાવવા ડાઈવ મારવી પડી હતી. જ્યારે વિરાટ કોહલી રન આઉટ થવાથી બચી ગયો, ત્યારે કોહલીએ ગુસ્સામાં આંખો કાઢી રિષભ પંતની સામે તાકી તાકીને જોયું હતું. એટલું જ નહીં તે મિનિટો સુધી આમ જોતો રહ્યો હતો. આવુ થતા રિષભ પંત તો જોતો જ રહી ગયો હતો. વિરાટ કોહલી અને રિષભ પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT