ભ્રષ્ટાચારની ચાડી ખાતો બ્રિજ, મહી નદી પર આવેલ હાડોળ બ્રિજનું કેમ થઈ રહ્યુ છે વારંવાર સમારકામ?
વિરેન જોશી, મહીસાગર: એક તરફ રાજ્યમાં દરરોજ નવા રસ્તા મંજૂર કરવામાં આવે છે. પરંતું રસ્તા મંજૂર કરવાનો જસ લેનાર રસ્તાની ગુણવત્તાને લઈ ચૂપ થઈ જતાં…
ADVERTISEMENT
વિરેન જોશી, મહીસાગર: એક તરફ રાજ્યમાં દરરોજ નવા રસ્તા મંજૂર કરવામાં આવે છે. પરંતું રસ્તા મંજૂર કરવાનો જસ લેનાર રસ્તાની ગુણવત્તાને લઈ ચૂપ થઈ જતાં હોય છે. આવી વધુ એક ઘટના સામે આવી છે. લુણાવાડા મહીં નદી પર નવીન બનેલ હાડોળ બ્રિજને જોડતો એપ્રોચ રોડ ફરી એકવાર થયો ક્ષત્રિગ્રસ્ત. એપ્રોચ રોડ વારંવાર બેસી જતા કરોડો રૂપિયા ખર્ચ કરીને બનેલ પુલની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે.
ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત સરકારના પૂર્વ વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી દ્વારા ઇ- લોકાર્પણ કરવામાં આવેલ હાડોળ બ્રિજને જોડતો એપ્રોચ રોડ બ્રિજ લોકાર્પણ કર્યાના છ મહિનામાં બેસી ગયો છે. સરકારની કિરીકિરી થઈ હતી અને તાત્કાલિક એપ્રોચ હોડોળ બ્રિજને જોડતા એપ્રોચ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. અને આ સમારકામ બાદ પણ ચોમાસા બાદ એપ્રોચ રોડ બેસી જતા ફરી સમારકામ કરવામાં આવ્યું હતું. તેમજ ચાલુ વર્ષે પણ ચોમાસામાં વરસાદ પડે અને બ્રિજને જૉડતો એપ્રોચ રોડ બેસી ન જાય અને ભ્રષ્ટાચારની પોલ ન ખુલે અને સરકારની ફરી એકવાર સવાલો ન થાય તે માટે તંત્ર દ્વારા ચોમાસાની શરૂઆત પહેલા બ્રિજને જોડતા એપ્રોચ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસાની શરૂઆતમાંજ સામાન્ય વરસાદમાં હાડોળ બ્રિજને જોડતા એપ્રોચ રોડ બેસતા અને મસમોટું ગાબડું પડ્યું છે.
રોડ પર ગાબડાં સાથે એપ્રોચ રોડ માટે બનવવામાં આવેલ પ્રોટેકશન વોલનું પેચીગ વર્ક તેમજ રોડની સાઈડ રેલિંગ પાસે પણ ધોવાણ થતા પિલર છુટો થઈ જવાની તૈયારીમાં છે. ગમે ત્યારે નમી જાય તેમ છે. જેના કારણે તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને તાત્કાલિક અસરથી રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને ભ્રષ્ટાચારની પોલ ખોલતા પુલને જોડતા એપ્રોચ રોડ જે બેસી ગયો છે તેને કાળા ડામરના થિંગડા મારી ભ્રષ્ટાચારની ખૂલેલ પોલને થિંગડા મારી દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એ પણ કોઇપણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કર્યા વગર ખાડા પૂરવાની કામગીરી કરતા મજૂર વર્ગના લોકો ઉપર કૂદીને કોક્રેટ અને ડામર મિશ્રિત મટેરિયલ્સ દબાવી રહ્યા છે.
ઉઠયા સવાલો
કામગીરીને લઈ સવાલ એ ઉભો થાય છે પૂલને જોડતો એપ્રોચ રોડ છાશવારે બેસી જાય છે. અને હજી ચોમાસાની શરૂઆત હમણાંજ થઈ છે અને હજી સુધી કડાણા ડેમમાંથી મહીં નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી પરંતુ જ્યારે મુશળધાર વરસાદ થશે અને કડાણા ડેમ ભરાશે અને ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી મહીં નદીમાં છોડવામાં આવશે. ત્યારે મહીં નદી પર બનેલા હાડોળ બ્રિજને જોડતા એપ્રોચ રોડ ટકશે કે કેમ તે એક મોટો સવાલ છે
કામગીરીને લઈ સવાલ એ ઉભો થાય છે પૂલને જોડતો એપ્રોચ રોડ છાશવારે બેસી જાય છે. અને હજી ચોમાસાની શરૂઆત હમણાંજ થઈ છે અને હજી સુધી કડાણા ડેમમાંથી મહીં નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી પરંતુ જ્યારે મુશળધાર વરસાદ થશે અને કડાણા ડેમ ભરાશે અને ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી મહીં નદીમાં છોડવામાં આવશે. ત્યારે મહીં નદી પર બનેલા હાડોળ બ્રિજને જોડતા એપ્રોચ રોડ ટકશે કે કેમ તે એક મોટો સવાલ છે
બ્રિજ નવો બનવવામાં આવ્યો હતો
લુણાવાડા અને અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ કે જે દર વર્ષે મહી નદી પર આવેલ હાડોળ ડુબક પુલના કારણે ચોમાસા દરમ્યાન જ્યારે જ્યારે કડાણા ડેમ માથી મહીં નદીમાં મોટી માત્રામાં પાણી છોડવામાં આવે ત્યારે ડૂબક પુલ પર પાણી ફરી વળતા ડૂબક પુલ બંધ કરવાની ફરજ પડતી હતી. અને લુણાવાડા થી અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આ રોડ બંધ કરવાની ફરજ પડતી હતી. માથાના દુખાવા સમાન આ સમસ્યાના નિવારણ માટે લુણાવાડા તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતી જનતાની અનેક રજૂઆતો બાદ લુણાવાડા ધોરીડુંગરીને જોડતો 29.269 કી.મી નો રોડ વર્લ્ડ બેન્કના સહયોગથી અંકે 86 કરોડના ખર્ચે મંજૂર કરી બનાવવામાં આવ્યો હતો. હાડોળ પાસે મહી નદી પર 402.6 મીટર લંબાઈની ઊંચાઈ વાળો પુલ પણ બનાવવામાં આવ્યો હતો
પુલનું લોકાર્પણ કયા મંત્રીએ કર્યું હતું અને શું કીધું હતું
વિશ્વ બેન્ક યોજના હેઠળ મહીં નદી પર બનેલ હાડોળ હાઈ લેવલ પુલનું પૂર્વ રાજ્ય માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ 13/2/2022 ના રોજ કરવામાં આવ્યું હતું. પુલની વાત કરવામાં આવે તો આધુનિક ટેકનોલોજીથી બનેલો પુલ 100 વર્ષનું આયુષ્ય ધરાવે છે. તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે નવાઈની વાત એ છે કે પ્રથમ ચોમાસામાં જ આ પુલ અને રોડને જોડતો એપ્રોચ રોડ અનેકવાર ક્ષતિગ્રસ્ત થયો હતો. અને થયેલા નુકશાનથી મોટી માત્રમાં ટ્રેક્ટરો દ્વારા તંત્રને કપચી પુરાણ કરવું પડ્યું હતું. તેમ છતાં ચોમાસાની શરૂઆતમાંજ ફરી એકવાર પુલને જોડતો એપ્રોચ રોડ બેસી જતા લુણાવાડાને ધોરીડુંગરીને જોડતો રૂપિયા છ્યાંશી કરોડના માર્ગ પર સવાલ ઉભા થયા છે
ઉઠયા આ સવાલો
1) જ્યારે વિશ્વ બેન્કની સહાયથી આટલી મોટી માતબર રકમ થી પુલ અને રોડનું નિર્માણ કરવામાં આવ્યું તો એનું બાંધકામ આટલું નબળું કેમ ?
2) જ્યારે રોડને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તો તેના પૂર્વે આ રોડ સાઇટનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હશે ?
3) કામગીરી કેમ ઉતાવળે કરી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ?
4) જે કોઈ પણ એજેંસીએ કામગીરી કરી તેના વિરુદ્ધ જવાબદાર તંત્ર કામગીરી કરશે ખરી ?
5) પ્રથમ ચોમાસામાં તેમજ છાશવારે પુલને જોડતા એપ્રોચ રોડમાં પડતા ગાબડાં અને પુલ પાસે થયેલી ક્ષતિઓનું કાયમી નિરાકરણ શું ?
અત્રે ઉલ્લેખનીય છે કે રોડ બન્યા બાદ હાડોળ પુલને જોડતો એપ્રોચ રોડ અનેકવાર ક્ષત્રિગ્રસ્ત થઈને બેસી ગયો છે અને રીપેરીંગ કામગીરી પણ એવી કરવામાં આવી છે કે જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે ઊંટ પર બેસ્યા હોય તેમ વાહન ચાલકો અનુભવી રહ્યા છે તેમજ ત્યાંથી પસાર થતું વાહનો ડિસ્કો કરતાં પસાર થઈ રહ્યા તેવું દેખાઈ આવે છે ત્યારે એપ્રોચ રોડ વારંવાર બેસી જવાનું કાયમી નિરાકરણ થાય તે જરૂરી છે
ADVERTISEMENT
ADVERTISEMENT