ઇટાલિયાની અટકાયતને લઈ ઇસુદાન આવ્યા મેદાને કહ્યું, પટેલ સમાજ થી ભાજપને આટલી નફરત કેમ?

ADVERTISEMENT

gadhvi
gadhvi
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે ગુજરાતની રાજનીતિને અલગ જ રંગ લાગવા લાગ્યો છે. આજે ગુજરાત આમ આમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી છે. આ મામલે AAP નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, પટેલ સમાજ થી ભાજપને આટલી નફરત કેમ છે.

ગોપાલ ઇટાલીયા સામાન્ય ઘરમાંથી આવે છે પટેલ સમાજ માંથી આવે છે તો ગોપાલ નો એ વાંક છે કે બે સરકરી નોકરી છોડી રાજનીતિમાં આવ્યો એ ગુન્હો છે? ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભાજપના તમામ નેતાઓ ષડયંત્ર રચી રહ્યા છે અને તેને જેલમાં પૂરવાના કાવતરા કરી રહ્યા છે. ભાજપના નેતા બે વર્ષ પહેલા કોની વિરુદ્ધ નિવેદન કરી રહ્યા હતા? પાટીદાર યુવાનો વિરુદ્ધ નિવેદનો કરી રહ્યા હતા. તે અત્યારે ભાજપમાં જોડાઈ ગયા એટલે પવિત્ર થઈ ગયા. ભાજપના નેતાઓ પટેલો વિરુદ્ધ માનસિકતા ધરાવે છે. સરદાર પટેલ અંગ્રેજોથી ડર્યા ન હતા. સરદાર પટેલના વંશજ ગોપાલ ઇટાલીયાને કોઈ ભાજપની જેલ દરવી શકે તેવી તાકાત નથી.

પેપર લીકનો મુદ્દો દબાવવા કરી અટકાયત
આજે ગુજરાતમાં પેપર લીક થયું છે અને આ પેપર લીકનો મુદ્દો દબાઈ જાય એટલા માટે ગોપાલ ઇટાલિયાને જેલમાં મોકલવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાને જેલમાં મોકલવા માટે તમે આટલી મહેનત કરો છો એની જગ્યાએ વ્યવસ્થિત રીતે પેપર લેવામાં જો ધ્યાન રાખતા હોય તો ગુજરાતમાં કોઈ પેપર લીક ના થાય અને કેટલાક બેરોજગાર યુવાનો આત્મહત્યા કરે છે તે ન કરતા. કેટલાય માતા-પિતાના સપના હોય છે કે તેમના બાળકો ભણી ગણીને આગળ વધે પરંતુ પેપર લીક ના કારણે તેમના સપના રોળાઈ ગયા છે.

ADVERTISEMENT

પાટીલ પર કર્યા પ્રહાર 
પાટીલ  પર પ્રહાર કરતાં કહ્યું કે,મેં સાંભળ્યું છે કે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર.પાટીલે એક ષડયંત્ર રચ્યું છે અને પટેલ સમાજના નેતાઓને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. સી.આર.પાટીલ બિનગુજરાતી હોવાના કારણે તેઓ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે. આખું ગુજરાત આજે ભાજપની તાનાશાહી ભરી કાર્યવાહીથી નિરાશ થઈ ગઈ છે.

ચૂંટણીમાં આપશે જવાબ
હું સ્પષ્ટપણે કહી શકું છું કે સરદાર પટેલના વંશજ ગોપાલ ઇટાલિયાને ડરાવવાની કોશિશ ભાજપે કરી છે પણ ભાજપ તેમાં અસફળ થશે. આજે આખું ગુજરાત ભાજપની તાનાશાહીને કારણે રોષમાં છે. હું સ્પષ્ટપણે કહી શકું છું કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત પાટીદાર સમાજ જ નહીં પરંતુ દરેક સમાજના માતા પિતા ભાજપને જવાબ આપશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT