કેન્દ્રીય મંત્રી રૂપાલાએ એવું કેમ કહ્યું કે, આ ચુંટણી ધારાસભ્ય બનવા,મંત્રી બનવા માટે મુખ્યમંત્રી બનવા નથી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણથઈ ચૂકી છે ત્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે આજે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આજે જાહેર સભાઓ માટે છેલ્લો દિવસ હતો ત્યારે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ છોટાઉદેપુર જિલ્લામાં સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી આગામી 25 વર્ષ સુધી ગુજરાતને અને ભારતના કઈ દિશામાં લઈ જવાના છે તેના પાયો નાખવાની આ ચૂંટણી છે

છોટાઉદેપુર જિલ્લામાં સભા સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા એ જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી કોઈને ધારાસભ્ય બનાવવા માટે કોઈને મંત્રી બનાવવા માટે કે કોઈને મુખ્યમંત્રી બનાવવા માટેની આ ચૂંટણી નથી પરંતુ આ ચૂંટણી આગામી 25 વર્ષ સુધી ગુજરાતને અને ભારતના કઈ દિશામાં લઈ જવાના છે તેના પાયો નાખવાની આ ચૂંટણી છે.  હિન્દુસ્તાનની રાજનીતિને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી 50 વર્ષ કઈ રીતે ચલાવવી તેના શ્રી ગણેશ કરવાના છે.

કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કેનર્મદા માટે 72 કલાક ઉપવાસ કરાવ્યા. ત્યારે કોંગ્રેસના નેતા ભારત જોડો યાત્રાએ નીકળ્યા છે. ત્યારે આપણે યાત્રાઓ ચાલ્યા જ કરે. આ નેતા મેઘા પાટકર સાથે ફોટો પડાવો છે કે જેને ગુજરાત ને બદનામ કર્યું. નર્મદાનો વિકાસ અટકવાનું પાપ કરવાનું જેના કપાળ લખેલું છે. તેની સાથે તમે ફોટા પડાવો તમારા શુ સગા થાય છે. કોંગ્રેસ કહે કામ બોલે… ત્યારે તેમની સરકારે માત્ર વિદેશી બાવળીયા જ ઉગાડ્યા હતા. રામ ને તો 14 વર્ષનો વનવાસ થયો હતો આને તો ગુજરાતની જનતાએ 28 વર્ષનો વનવાસ આપ્યો અને હવે તો આજીવન.વનવાસ છે.ગુજરાતની ગાદી ભૂલી જાવ .

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT