આ ગુજરાતીઓને કેમ મળ્યો પદ્મ પુરસ્કાર? વાંચો એક ક્લિક પર
અમદાવાદઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ડો. દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે.…
ADVERTISEMENT
અમદાવાદઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ડો. દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ સન્માન ORSની શોધ માટે આપવામાં આવ્યું હતું. તેમના સિવાય સપા નેતા સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ, તબલાવાદક ઝાકિર હુસૈન, બાલકૃષ્ણ દોષી અને શ્રીનિવાસ વર્ધનને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુમાર મંગલમ બિરલા અને સુધા મૂર્તિ સહિત 9 હસ્તીઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય 91 લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. જેમાં 8 ગુજરાતીઓને પણ સ્થાન મળ્યુ છે.આજના આ લેખમાં જાણો એ ગુજરાતીઓની કહાની.
સૌથી પહેલા વાત કરીએ, બાલકૃષ્ણ દોશી વિશે. ગુજરાતમાં IIM-અમદાવાદની ડિઝાઈન બનાવનારા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું હાલમાં જ નિધન થયું હતું. તેમને આ પહેલા ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડથી પણ સમાનિત કરવામાં આવ્યા હતા. હવે તેમને (મરણોપરાંત) પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવશે.
બાલકૃષ્ણ દોશી, ખ્યાતનામ આર્કિટેક્ટ
ADVERTISEMENT
-વર્ષ 1927માં જન્મેલા બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી એક ભારતીય સ્થાપતિ (આર્કિટેક્ટ) હતા.
-ઈન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ બેંગ્લોર અને આગાખાન ઍવોર્ડ ઑફ આર્કીટેક્ચર મેળવેલ અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ ડેવેલોપમેંટ ઈન્દોર તેમના નોંધનીય સ્થાપત્યો છે.
-2018માં પ્રીઝકર આર્કિટેક્ચર પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય આર્કીટેક્ટ બન્યા
-1948માં અભ્યાસ માટે ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા
-પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૉડર્ન આર્ટના અભ્યાસ દરમિયાન સ્થાપત્યના અભ્યાસની પ્રેરણા મળી.
-મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં 4 વર્ષ સ્થાપત્યનો અભ્યાસ કર્યો.
-1950માં ઇંગ્લૅન્ડ ગયા બાદમાં લંડનની ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ’ સંસ્થામાં સભ્યપદ મળ્યું
-તેમના વિશે ડૉ. વિલિયમ કર્ટિસ લિખિત પુસ્તક ‘બાલકૃષ્ણ દોશી, ઍન આર્કિટેક્ચર ફૉર ઇન્ડિયા’ (1987) પ્રગટ થયું છે.
-ગુજરાતી ભાષા, સાહિત્ય તથા શિક્ષણના ઉત્કર્ષ માટે અમદાવાદમાં સ્થપાયેલી સંસ્થા ગુજરાત વિદ્યાસભાના તેઓ 2009થી પ્રમુખ હતા
હીરાબાઈ લોબી, સામાજિક કાર્યકર જેમને પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરાયો
હવે વાત કરીએ એક રિયલ સેલિબ્રિટી વિશે. જી હા, વર્ષ 2023માં પદ્મ શ્રી થી સન્માનિત સામાજિક કાર્યકર હીરબાઈ ઈબ્રાહીમ લોબી : એ રીયલ સેલીબ્રીટી… જુનાગઢથી તાલાલા આશરે 65 km દુર છે અને જાંબુર ત્યાંથી આશરે 10 km દુર છે. જાંબુરનો આ નકશો વિશ્વપ્રસિદ્ધ છે કારણકે જાંબુર ગામમાં હીરબાઈ રહે છે જે જગપ્રસિદ્ધ છે અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી જેવી સેલીબ્રીટીઓ એ પણ હીરબાઈ નું સન્માન કરી તેની સાથે ફોટોગ્રાફ્સ લેવાનો ગર્વ લીધો છે . ચાલો જાણીએ એમની સામાજિક કાર્યકર તરીકેની સફર
ADVERTISEMENT
-સિદ્દી આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો આપ્યો
-ગીર સોમનાથના જાંબુરના વતની હિરાબાઇ લોબીને પદ્મ એવોર્ડનું સન્માન મળ્યુ છે
-સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં, તેમનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે.
-હીરાબાઈએ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે.
-ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે
-હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ છે અને પગભર
-વર્ષ 2006માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.
-હીરબાઈને સ્વીત્ઝર્લેન્ડમાં અને સ્વીડનમાં પણ અવોર્ડ મળેલા છે.
-સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીના ટ્રસ્ટ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે રીયલ હીરો તરીકે ખાસ હીરબાઈને મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે,
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના ભજન સમ્રાટ હેમંત ચૌહાણ
અમુક લોકોને બહુ પરિચયની જરુર નથી હોતી કારણ કે એમનુ કાર્યા જ તેમનો પરિચય છે. જો હેમંત ચૌહાણ વિશે આવું કહીએ તો એમા કોઈ નવાઈ નથી કારણ કે ગુજરાતી ભજન અને લોકગીતોના સૌથી લોકપ્રિય અને સફળ ગાયક તેઓ છે. કુલ 6 હજાર કરતા વધારે ગીતો અને ભજનો એમણે ગાયા છે. આવો જાણીએ કોણ છે ગુજરાતી ભજન સમ્રાટ હેમંત ચૌહાણ.
-હેમંત ચૌહાણ એક અવ્વલ દરજાના ગુજરાતી ભજનિક અને લોકગાયક છે.
-1955માં રાજકોટના કુંદાણીમાં જન્મ થયો
-ભજન-સંતવાણીમાં અઢળક આલ્બમો આપ્યા
-1968માં ઈન્દિરા ગાંધી રાજકોટ આવ્યા ત્યારે તેમના સમક્ષ ગીત ગાયુ હતુ, એ વખતે હેમંત ચૌહાણ આઠમુ ભણતા હતા
-ગુજરાતી ફિલ્મ કેસર ચંદન માટે ગાયેલા ગીત ઝાન ઝાન ઝાંલરી વાગેમાટે બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો
-પંખીડા ઓ પંખીડા ફિલ્મ માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો
– ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કર્યા
-આ ઉપરાંત ફ્રાંસ, જાપાન અને ગ્રીસ જેવા દેશોમાં પણ અનેક એવોર્ડ્સ મળ્યા છે
-કુલ 6 હજાર જેટલા લોકગીતો ગાયા છે. જેમાં 1500 જેટલા પ્રાચીન લોકગીત, 2000 ગરબા ગીતો પણ છે.
કલાજગતના કસબી ભાનુભાઈ ચિતારા
આર્ટનું ક્ષેત્ર દોસ્તો ખુબ વિશાળ છે પરંતુ આ ક્ષેત્રમાં અમુક તારલાઓ એવા હોય છે જે ખુબ નામના મેળવતા હોય છે. એમાથી એક તારલો એટલે ભાનુભાઈ ચિતારા. જેમને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો.
ભાનુભાઈ ચુન્નીલાલ ચિતારાને પદ્મ પુરસ્કાર એનાયત
-400 વર્ષનો અંખડ ઈતિહાસ છે કલમકારી ચિતારા
-અમદાવાદના વિરમગામમાં જન્મ
-હાલ સાતમી પેઢી આ ચિતારા કલાનું જતન કરી રહી છે
-આ કલાકારીમાં દરેક પેઈન્ટિગ એક વાર્તા કહે છે મહાભારત અને રામયણની
-આ આર્ટને પ્રમોટ કરવા સમગ્ર ભારત સહિત વિશ્વમાં 200 વર્કશોપ, એક્ઝિબિશન કર્યા
-ભાનુભાઈ ચિતારાને 2012માં રાષ્ટ્રીય પુરસ્કારથી દિવંગત પ્રવણ મુખર્જીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કઠપૂતળીમાં જીવ પૂરનાર મહિપત કવિ
દેશમાં એવી અનેક કળાઓ છે જે લુપ્ત થતી જાય છે. જેને બચાવવી અને જીવંત રાખવી ખુબ જરુરી છે. આપણે આપણા બાળપણમાં ખુબ નિહાળ્યા હશે કઠપુતળીના ખેલ જે અત્યારે ખુબ ઓછા જોવા મળે છે. આ ખેલને આ કલાને જીવંત રાખવાનું કામ કર્યું છે મહિપત કવિએ. ચાલો જાણીએ એમની સફર.
-મહિપત કવિ (આંતરરાષ્ટ્રીય કઠપૂતળી આર્ટિસ્ટ)ને પદ્મ પુસ્કાર એનાયત
-મૂળ વતન રાજસ્થાનના બિકાનેરમાં
-28-3-1931માં ખંભાત પાસેના જિનેજમાં જન્મ
-9 વર્ષની ઉંમરથી રેંટિયો કાતવાનું શીખ્યા
– સંદેશ અખબાર અને નવજીવનમાં કમ્પોઝિટીર તરીકે કામ કર્યું
– ખંભાતની અમદાવાદ આવીને વસ્યા હતા
રસના બ્રાંડના ફાઉન્ડર અરિઝ ખંબાટાને પદ્મ પુરસ્કાર
ઈન્ડસ્ટ્રીઝની કેટેગરી ખુબ વિશાળ છે. અને આ કેટેગરીમાં પારસી કોમના અરિઝ ખંબાટાએ ખુબ નામના મેળવી છે. રસના બ્રાંડને 60 વર્ષ સુધી ચલાવનાર અરિઝ ખંબાટાને પણ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
-અરિઝ ખંબાટાને મરણોતર પદ્મ શ્રી એવોર્ડ ગુજરાતની ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી કેટેગરીમાં આપવામાં આવ્યો
-રસના ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન અરિઝ ખંબાટાનું 85 વર્ષની વયે 19 નવેમ્બર 2022 ના રોજ નિધન
-અરિઝ ખંબાટા ઘરેલુ પીણાંની બ્રાન્ડ રસનાને 60 દેશોમાં લઈ ગયા હતા
-તેવો WAPIZ (વર્લ્ડ એલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોસ્તી)ના પૂર્વ અધ્યક્ષ હતા
-અમદાવાદ પારસી પંચાયતના પૂર્વ પ્રમુખની સાથે-સાથે ભારતના પારસી ઝોરોસ્ટ્રિયન અંજુમન ફેડરેશનના ઉપપ્રમુખ હતા
-1940 માં, અમદાવાદના ખંબાટા પરિવારે ‘જાફે’ નામની રેડી-ટુ-સર્વ કોન્સેન્ટ્રેટ સોફ્ટ ડ્રિંક્સ કંપનીની સ્થાપના કરી હતી
-1962માં આરિઝ ખંબાટા બિઝનેસમાં જોડાયા ત્યારે તેમણે B2B અને B2C ઉપરાંત કંપનીની કામગીરી શરૂ કરી
પિઠોરાના પરેશની અદભુત કલા
12,000 હજાર વર્ષ જૂની કલાનો વારસો સાચવી રહેલા પરેશ રાઠવાને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. પિઠોરાના લખારા પરેશ જેંતીભાઈ રાઠવાને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો.
-કલમકારી ચિત્રકલાના આર્ટિસ્ટ છે
-છોટાઉદપુર જિલ્લાના ક્વાંટના વતની
-12,000 વર્ષ જૂની પિઠોરાની લિપિ દર્શાવતી ચિત્રકલાને જીવંત રાખવાનું કામ
-છેલ્લા 30 વર્ષથી રાઠવા સમાજના ઈષ્ટદેવ બાબા પિઠોરાના ચિત્રો લખી રહ્યાં છે
-ગુજરાત સરકારના આદિજાતી વિભાગે નામ નોમિનેટ કરવામાં આવ્યું
વેટરનરી ફિલ્ડમાં અઢળક યોગદાન આપનાર પ્રો.ડૉ.મહેન્દ્ર પાલ
પશુચિકિત્સા પર અઢળક સંશોધન કરનાર પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્ર પાલને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. વિજ્ઞાન ક્ષેત્રમાં અનેક સંશોધનો તેમણે કર્યા છે. આવો થોડુ જાણીએ એમની સફર વિશે
-75 વર્ષિય પ્રોફેસર ડૉ. મહેન્દ્ર પાલને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો
-10 એપ્રિલ 1946ના રોજ જન્મ થયો, મૂળ આણંદના વતની
-આણંદની કૃષિ યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર રહી ચૂક્યા છે
– ઈથોપિયાની એડિસ અબાબા યુનિવર્સિટીમાં વેટરનરી પબ્લિક હેલ્થમાં એક્સ પ્રોફેસર રહી ચૂક્યા છે
-526 બુક પબ્લિશ કરી તો ઈથોપિયામાં 53 અને ભારતમાં 14 વિદ્યાર્થીઓના Ph.dના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
-1982માં જવાહરલાલ નેહરુ એવોર્ડ, 2002માં ડિસ્ટિંગવિશ ટીચર એવોર્ડ, 2003,2007 અને 2008 બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન
-2005માં રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ, 2006માં રત્ન ચિકીત્સક એવોર્ડ
-2014 લાઈફ અચિવમેન્ટ એવોર્ડ, આ ઉપરાંત અનેક એવોર્ડ અને વિદેશમાં પણ ખ્યાતિ મેળવી ચૂક્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT