BJPના ઉમેદવારે રેંકડી પર કેમ ચા વહેંચી? જાણો ખેડૂતો સાથે શું ચર્ચા કરી….

ADVERTISEMENT

gujarattak
social share
google news

ડીસાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પુરૂ થઈ ગયું છે. આ દરમિયાન ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી વહેલી સવારે ચાની રેંકડી પર પહોંચ્યા હતા. એટલું જ નહીં તેમણે જાતે ચા વહેંચી લોકોને પીવડાવી હતી. આ દરમિયાન ખેડૂતો સાથે પણ તેઓ ચર્ચા કરતા નજરે પડ્યા હતા. નોંધનીય છે કે આ સમગ્ર કિસ્સો અત્યારે ઘણો ચર્ચિત છે. ચલો આના પર વિગતવાર નજર કરીએ…

ભાજપના ઉમેદવારનો એ કિસ્સો અને ચા…
ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરતા આવ્યા છે. તેવામાં વિધાનસભા ચૂંટણીના સમય દરમિયાન તેઓ આજે વહેલી સવારે ચાની રેંકડી પર પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે જાતે ચા ભરીને લોકોને વહેંચી હતી. આની સાથે તેમણે લોકો સાથે પણ મિત્રની જેમ ચર્ચાઓ પણ કરી હતી.

ખેડૂતો સાથે ચર્ચા કરતા કહ્યું…
આ દરમિયાન પ્રવીણ માળીએ શાકભાજી વેચવા માટે આવેલા ખેડૂતો સાથે વાતચીત કરી હતી. તેમના પ્રાથમિક જરૂરીયાતોના મુદ્દા અંગે પણ વાતો કરી હતી. આની સાથે પ્રવીણ માળીએ આ ખેડૂતને પ્રાથમિક જરૂરિયાત સંતોષાય એના માટે નવી સાયકલ આપવા માટે પણ જણાવ્યું હતું.

ADVERTISEMENT

With Input: ધનેશ પરમાર

    follow whatsapp

    ADVERTISEMENT