PM મોદીને BJPના આ નેતાને કેમ ફોન કરવો પડ્યો? જાણો ચૂંટણીલક્ષી કઈ ચર્ચા થઈ…

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિમાચલ પ્રદેશઃ મતદાન પહેલા ભાજપ માટે પોતાની પાર્ટીના જ એક કદાવર નેતા મુશ્કેલી બની ગયા છે. શનિવારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી સભા કરવા માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના સામે આ નેતાનો ઉલ્લેખ થયો હતો. આ અંગે પીએમ મોદીએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો અને કાંગડામાં કદાવર નેતા કૃપાલ પરમારને ફોન કરી દીધો હતો. મોદીએ કૃપાલની સારસંભાળ રાખી અને અનેક સમસ્યાઓ વિશે પૂછ્યું. ત્યારપછી દરેક માગને પૂરી કરીને પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવા માટે અપિલ કરી હતી. ઉલ્લખેનીય છે કે આ દરમિયાન નેતાએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ફરિયાદ પણ કરી હતી.

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે. ત્યારે સત્તાધારી ભાજપની સામે સૌથી મોટી સમસ્યા બળવાખોર નેતાઓ બની ગયા છે. ઘણી બેઠકો પર ભાજપના ઉમેદવારો બળવાખોરો સાથે એક-એક જંગ છે તો ઘણી જગ્યાએ બળવાખોરોએ પક્ષની જીતનું ગણિત બગાડી નાખ્યું છે. આ પડકારોનો સામનો કરવામાં સંસ્થાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

તમારી સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી રેલી માટે પહોંચ્યા ત્યારે તેમને કાંગડામાં પાર્ટીના બળવાખોર નેતા કૃપાલ પરમાર વિશે જણાવવામાં આવ્યું હતું. આના પર પીએમ મોદીએ પરમાર વિશે સંપૂર્ણ માહિતી લીધી અને તાત્કાલિક ફોન કર્યો. પીએમ મોદીએ સૌથી પહેલા પરમારની તબિયત વિશે જાણ્યું.

ત્યારપછી ચૂંટણી અંગેના અહેવાલ અને પક્ષના ઉમેદવારને સમર્થન આપવા અપીલ કરી હતી. મોદીએ પરમારને કહ્યું કે તમારી સમસ્યાઓ સાંભળવામાં આવશે અને માંગણીઓ સંતોષવામાં આવશે. તમે ચૂંટણી ન લડો.

ADVERTISEMENT

નડ્ડા 15 વર્ષથી અપમાન કરી રહ્યા છે- કૃપાલ પરમાર
વડાપ્રધાને કૃપાલ પરમારને પક્ષના ઉમેદવારની તરફેણમાં મેદાન છોડવા કહ્યું અને તેમને ખાતરી આપી કે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. આ દરમિયાન કૃપાલ પરમારે વડાપ્રધાનને એમ પણ કહ્યું હતું કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા છેલ્લા 15 વર્ષથી તેમનું અપમાન કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT