પાટીલે મોરબી પહોંચી કેમ ખાનગી મિટિંગ કરી? BJP આગેવાનો હાજર રહેતા અનેક તર્ક વિતર્ક…
મોરબીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત BJPના પ્રમુખ સી.આર.પાટીલ અચાનક મોરબી ખાતે પહોંચ્યા હતા. ત્યાં આવીને સૌથી પહેલા તેમણે…
ADVERTISEMENT
મોરબીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત BJPના પ્રમુખ સી.આર.પાટીલ અચાનક મોરબી ખાતે પહોંચ્યા હતા. ત્યાં આવીને સૌથી પહેલા તેમણે ખાનગી મિટિંગ બોલાવી લીધી હતી. જેમાં ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેતા રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે ચૂંટણી પહેલા સી.આર.પાટીલ અને ભાજપ સુપર એક્ટિવ છે અને ગુજરાતના ગઢને ફતેહ કરવા માટે નવી નવી રણનીતિ પણ ઘડતા હોય છે. તેવામાં પાટીલની આ ગુપ્સ મિટિંગ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
પાટીલ હેલિકોપ્ટરથી તાત્કાલિક મોરબી પહોંચ્યા..
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ હેલિકોપ્ટર દ્વારા મોરબી પહોંચ્યા હતા. અહીંથી તેઓ એક ખાનગી હોટલમાં રોકાયા અને ત્યાં તેમણે ભાજપના આગેવાનોને પણ બોલાવ્યા હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અહીં મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા સહિત ભાજપના આગેવાનો હાજર રહેતા અનેક તર્ક વિતર્કોનો દોર શરૂ થઈ ગયો છએ.
કોઈપણ જાણ વિના પાટીલે ગુપ્ત મિટિંગ બોલાવી!
મીડિયા અહેવાલો પ્રમાણે સી.આર.પાટીલ મોરબી આવી રહ્યા છે એની કોઈ જાણકારી જ નહોતી. વળી અચાનક તેઓ હેલિકોપ્ટર દ્વારા મોરબી પહોંચ્યા અને ખાનગી હોટલમાં જેવી રીતે ગુપ્ત મિટિંગ કરી એનાથી ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. તેવામાં ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહેતા આ પ્રમાણેની મુલાકાત રાજકારણમાં નવા જૂનીના એંધાણ લાવશે કે કેમ એ તો સમય જ જણાવશે.
ADVERTISEMENT
With Input: રાજેશ આંબલિયા
ADVERTISEMENT