નીતિન પટેલે કેમ કહ્યું કે મારો કોઈ દબદબો જ નથી? જાણો તેમણે આપેલા નિવેદનનું કારણ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અહીં મારો કોઈ દબદબો નથી અહીં તો માત્ર ભાજપનો જ દબદબો છે. આની સાથે ભૂપેન્દ્ર પટેલે આમંત્રણ આપીને શું કહ્યું એના વિશે પણ નિવેદન આપ્યું હતું. ચલો તેમના નિવેદન પર વિગતવાર નજર કરીએ…

નીતિન પટેલે કહ્યું કે સમગ્ર ગુજરાતને નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળી રહ્યું છે. ભાજપે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રચંડ જીત મેળવી છે. તથા આજે અન્ય મંત્રીઓ અને ભૂપેન્દ્ર પટેલ શપથ લેવા જઈ રહ્યા છે. મને આશા છે કે ભાજપના શાસનમાં ગુજરાતનો વિકાસ વેગવંતો થશે.

મારો કોઈ દબદબો નથી….
નીતિન પટેલે કહ્યું કે અહીં શપથ ગ્રહણમાં આમંત્રિત કરાયા છે. તેમને જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે રાજકારણ અને પાર્ટીમાં હજુ તમારે દબદબો છે. ત્યારે નીતિન પટેલે કહ્યું કે મારો કોઈ દબદબો નથી અહીં તો ભાજપનો જ દબદબો છે. મને અહીં કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે ખાસ આમંત્રણ આપ્યું છે. હું તમામ કાર્યકર્તા અને ભાજપના અગ્રણીઓને અભિનંદન પાઠવું છું.

નવા ધારાસભ્યોને ભાજપ કેવી રીતે તાલિમ આપશે એ જણાવ્યું..
નીતિન પટેલે કહ્યું કે પક્ષ દ્વારા યુવા ધારાસભ્યોને હળીમળીને કામ કરવાની તાલિમ આપવામાં આવશે. આની સાથે માર્ગદર્શન પણ મળશે. તથા તાલિમ વર્ગનું પણ આયોજન કરવામાં આવશે. અહીં તેમને સતત પ્રજા વચ્ચે રહીને કામ કરવા માટે યોગ્ય માર્ગદર્શન પણ અપાશે. વરિષ્ઠ અને યુવા તમામ નેતાઓ સાથે હળીમળીને કામ કરશે. સી.આર.પાટીલ પણ યોગ્ય રીતે બધાને માર્ગદર્શન પૂરૂ પાડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT