કેજરીવાલે ભાજપને કેમ પોતાની ધરપકડ કરવા કહ્યું? જાણો જુનાગઢના રોડ શોનો કિસ્સો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. તેવામાં અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે મંગળવારે તેઓ જુનાગઢ પહોંચ્યા હતા જ્યાં ભવ્ય રોડ શો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અહીં તેમણે જનતા સાથેનો સંવાદ કર્યો અને આ દરમિયાન ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ પાસે કોઈ મુદ્દાઓ બાકી નથી રહ્યા એટલે આક્ષેપોવાળી રાજનીતિ કરે છે. પહેલા મને ભાજપ દ્વારા આતંકવાદી કહેવાતો હવે ભ્રષ્ટ કહે છે. જો હું આરોપી હોઉ તો મારી ધરપકડ કરી લો. જાણો કેજરીવાલે જુનાગઢમાં રોડ શો દરમિયાન કેવા પ્રહારો કર્યા છે.

કેજરીવાલે કહ્યું… હું અત્યારે ગુજરાતમાં આવ્યો છું અને અહીં મને લોકોનું શાનદાર સમર્થન મળી રહ્યું છે. ગુજરાતનો સૌથી મોટો મુદ્દો એટલે મોંઘવારી. અહીં સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત થઈ ચૂકી છે. લોકો 27 વર્ષના ભાજપના શાસનથી ઘણા દુઃખી છે. તેમણે શાળાઓ, હોસ્પિટલો કશુ જ નથી બનાવ્યું. અત્યારે લોકોને પોતાના ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ પણ નથી સમજાઈ રહ્યું.

કેજરીવાલે જનતાને ઘણા વચનો આપ્યા…
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ મોંઘવારીના મારથી બચાવવા માટે અમારી સરકાર તત્પર છે. લોકોના ઘરે વીજળી આવશે એ પણ 24 કલાક સુધી આવશે અને ફ્રી. જેમ દિલ્હી અને પંજાબમાં આવે છે એવી જ રીતે લોકોના ઘરે વીજળી આપવામાં આવશે.

ADVERTISEMENT

ભાજપ પાસે તો કઈ મુદ્દા જ નથી બચ્યા…
કેજરીવાલે વધુમાં કહ્યું કે ચૂંટણીમાં હવે ભાજપ પાસે કોઈ મુદ્દા જ બાકી રહ્યા નથી. વળી અગાઉ મને ભાજપ દ્વારા ઘણીવાર આતંકવાદી પણ કહેવામાં આવ્યો છે. હું જો આતંકવાદી હોઉ તો મારી ધરપકડ કરો. હવે ગુજરાત ચૂંટણી આવી એટલે મને ભ્રષ્ટ કહેવા લાગ્યા છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે પહેલા ભાજપે મને આતંકવાદી કહ્યો હવે હું ભ્રષ્ટ છું એમ કહે છે. જો હું એવો જ હોઉ તો મારી ધરપકડ કરી લો ને. અત્યારે ભાજપ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા આક્ષેપો મારી સામે લગાવે છે.

હું ગુજરાતનો લાડલો છું- કેજરીવાલ
કેજરીવાલે વધુમાં કહ્યું કે હું આંતકવાદી પણ નથી કે ભ્રષ્ટપણ નથી. હું તો ગુજરાતનો લાડલો છું. ચૂંટણી આવે છે અને લોકો સામે કોઈપણ પ્રકારના મુદ્દા ઉઠાવવામાં આવે છે. અત્યારે માત્ર જનતાની પ્રાથમિક જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. હું તમારા બધાના ઘરની વીજળીનું બિલ ફ્રી કરી દઈશ. મારો મુદ્દો સ્પષ્ટ છે કે હું તમને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી દઈશ.

    follow whatsapp

    ADVERTISEMENT