BJPએ છેલ્લી ઘડીએ વઢવાણ બેઠકના સમીકરણો કેમ બદલ્યા? જાણો મજબૂરી કે માસ્ટર સ્ટ્રોક!

ADVERTISEMENT

gujarattak
social share
google news

વઢવાણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં ઘણા આતંરિક વિવાદો પણ સામે આવ્યા છે. જોકે આ દરમિયાન વઢવાણ એક એવી બેઠક છે જેમાં છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવાર બદલ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જીજ્ઞા પંડ્યાને જાહેર કર્યા પછી તેમનું નામ બદલીને હવે જગદીશ મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. હવે આની પાછળનું રાજકીય ગણિત શું છે એના અનુમાન લગાવાઈ રહ્યા છે. નોંધનીય છે કે મીડિયા રિપોર્ટ્સ અને નિષ્ણાંતોના મત મુજબ ભાજપે આ એક બેઠક પરથી એવો માસ્ટર સ્ટ્રોક રમ્યો છે કે અન્ય પાર્ટીને મોટો ફટકો પડી શકે છે.

વઢવાણ બેઠક પર કયું રાજકીય સમીકરણ ગોઠવાયું..
અગાઉ વઢવાણ બેઠક પર ભાજપે જીજ્ઞા પંડ્યાને પસંદ કર્યા હતા. ત્યારે તમને જણાવી દઈએ કે તેઓ બ્રહ્મસમાજના અગ્રણી તથા 2007થી વઢવાણ ભાજપમાં સક્રિય છે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા હતા કે તાત્કાલિક રાજકીય સમીકરણ ફેરવાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સમયે મીડિયા અહેવાલો પ્રમાણે થોડા સમયમાં તો જીજ્ઞા પંડ્યાનો ચૂંટણી નહીં લડું એવી માહિતી બહાર વહેતી થઈ હતી. ત્યારપછી રાજકારણ ગરમાયું હતું.

નિષ્ણાંતોના મતે ભાજપનો માસ્ટ્રસ્ટ્રોક
વઢવાણથી છેલ્લી ઘડીએ ભાજપે માસ્ટ્રરસ્ટ્રોક રમ્યો હોવાનો નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે. મીડિયા અહેવાલો પ્રમાણે ભાજપે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી છે. પાર્ટીના આ નિર્ણયથી 10થી વધુ સીટ પર ભાજપને ફાયદો થાય એમ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જગદીશ મકવાણાને મેદાનમાં ઉતાર્યાની માહિતી સામે આવી રહી છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે હવે આનાથી કોને ફાયદો થશે એ તો ચૂંટણીનો સમય જ બતાવશે. પરંતુ જગદીશ મકવાણા સથવારા દલવાડી સમાજથી આવે છે. જેના કારણે તેમની ટિકિટ મળતાની સાથે સીધી અસર અન્ય 10 સૌરાષ્ટ્ર બેઠકો પર પણ થાય એવું અનુમાન અહેવાલો તથા નિષ્ણાંતો દ્વારા લગાવાઈ રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT