શહેરી વિસ્તારમાં ભાજપને હારનો ડર કેમ લાગે છે? જાણો પાર્ટીનો ત્રિપાંખિયા ચૂંટણી જંગ માટેનો ‘પ્લાન’

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે મૂરતિયાઓ તૈયાર થવાના બાકી છે. તેવામાં હવે 2017ની ચૂંટણીમાં ભાજપ બેઠકોની સદીથી 1 સીટ ચૂકી ગયું હતું. ત્યારે અત્યારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાજપે નવો ઝોન વહેંચણીનો પ્લાન બનાવ્યો છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટી અત્યારે લડી લેવાના મૂડમાં છે ત્યારે કોંગ્રેસ પણ વચનોની લ્હાણી કરવામાં પાછળ રહી નથી. તેવામાં બીજી બાજુ વિવિધ આંદોલનોએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટીએ નવો ઝોન પ્રમાણે પ્લાન બનાવ્યો છે. કારણ કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શહેરી વિસ્તારમાં હાર મળે એનો ભય લાગી રહ્યો છે. એને પહોંચી વળવા માટે પાર્ટીએ નવી જ રણનીતિ અપનાવી છે..ચલો એના પર નજર કરીએ…

રાજસ્થાન અને ઉ.પ્રદેશથી આવ્યા ભાજપના કાર્યકર્તાઓ
ગુજરાતમાં ત્રિપાંખિયા ચૂંટણી જંગને પહોંચી વળવા માટે ભાજપે કોઈપણ પ્રકારની ઢીલ ન મૂકવાનો નિર્દેશ કર્યો છે. પાર્ટીએ આના માટે ખાસ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી કાર્યકર્તાઓને રાજ્યના પ્રવાસે બોલાવ્યા છે. નોંધનીય છે કે હવે ગુજરાતના ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનના કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે જ્યારે દક્ષિણ ઝોનની જવાબદારી ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓને મળી ગઈ છે.

શહેરોમાં ભાજપને હારનો ભય
જેવી રીતે અત્યારે ચૂંટણીનો માહોલ સર્જાયો છે એને જોતા શહેરી વિસ્તારમાં ભાજપને હારનો મોટો ભય જોવા મળી રહ્યો છે. તેવામાં 4 ઝોનની વહેંચણી કરીને ભાજપે કમર કસી લીધી છે. કાર્યકર્તાઓની આખી ટૂકડીને ભાજપે મોટાપાયે પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતારી દીધા છે. સહેરી વિસ્તારમાં ભાજપ સરળતાથી જીત નહીં મેળવી શકે એવા એંધાણ આવતા જ વિવિધ રાજ્યોથી કુશળ ચૂંટણ પ્રચારકોને ભાજપે ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. વળી કેન્દ્રિય નેતાઓને પણ ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યોમાં લગાવી દીધા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT