ભાજપની ‘ગુજરાત ગૌરવ યાત્રા’માંથી અચાનક કેમ Hardik Patelનું નામ નીકળી ગયું? સામે આવ્યું કારણ
અમદાવાદ: ચૂંટણી નજીક આવતાની સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહ્યું અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે…
ADVERTISEMENT
અમદાવાદ: ચૂંટણી નજીક આવતાની સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહ્યું અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે પક્ષમાં અવગણના અને કોઈ કામ ન સોંપાતું હોવાનું કારણ ધર્યું હતું. ત્યારે હવે ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની સ્થિતિ હતી તે જ સ્થિતિમાં હાર્દિક પટેલ ફરી મુકાયા છે. ભાજપની આજથી શરૂ થતી ગુજરાત ગૌરવ યાત્રામાં હાર્દિક પટેલનું નામ ઉમેર્યા બાદ કાઢી નાખવામાં આવ્યું હતું.
નીતિન પટેલ સાથે હાર્દિક પટેલ યાત્રામાં જોડાવાના હતા
મહેસાણાના બહુચરાજીથી હાર્દિક પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મળી ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવવાના હતા. જોકે યાત્રા માટે હાર્દિક પટેલનું નામ જાહેર થયાના કલાકોમાં જ તેના નામની બાદબાકી કરી દેવામાં આવી હતી. જેથી અનેક અટકળો શરૂ થઈ હતી. જોકે હાર્દિક પટેલનું નામ આ યાત્રામાંથી કાઢવા પાછલ એક ખાસ કારણ હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં હાર્દિક પટેલ વિરુદ્ધ મહેસાણામાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટ દ્વારા હાર્દિક પટેલના મહેસાણામાં જવા પર પ્રવેશબંધી લગાવવામાં આવી હતી. એવામાં તે યાત્રામાં જોડાય તો કોર્ટના આદેશનું અવમાનન થઈ શકે છે.
ADVERTISEMENT
હાર્દિકના કારણે ભાજપમાં ભડકો થવાના એંધાણ હતા?
સૂત્રો મુજબ બીજી એવી પણ વાત મળી રહી છે કે, ગુજરાત ગૌરવ યાત્રામાં હાર્દિક પટેલનું નામ ઉમેરાતા તે વિરમગામથી આ યાત્રામાં જોડાવાના હતા. જોકે હાર્દિક પટેલના નામની જાહેરાત થતા જ બેચરાજી, મહેસાણા તથા વિરમગામના ભાજપના આગેવાનોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. એવામાં તેઓ યાત્રામાં જોડાનારા હાર્દિક પટેલનો વિરોધ કરવા ત્યાં ન પહોંચી જાય આ માટે પણ કલાકોમાં જ હાર્દિક પટેલના નામની ગૌરવ યાત્રામાંથી બાદબાકી કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
12થી 20 ઓક્ટોબર સુધી ફરશે ગુજરાત ગૌરવ યાત્રા
ચૂંટણી પહેલા ભાજપ અનેક વખત યાત્રાનું આયોજન કરી ચૂકી છે ત્યારે ફરી એક વખત ભાજપ તા.12 થી 20 ઓક્ટોબર વચ્ચે બેચરાજીથી માતાના મઢ સુધીની એક ગૌરવ યાત્રા શરુ થવા જઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પોતે આ યાત્રાને ફ્લેગ ઓફ કરાવવા આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાનો ચૂંટણી જંગ જયારે ડિસેમ્બરમાં હોય એ પહેલા જ ભાજપનો જુથવાદ સામે આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT