સૌરાષ્ટ્ર-કચ્છમાં AAPનો જાદુ ચાલશે કે ભાજપ-કોંગ્રેસની બોલબાલા રહેશે? સર્વેમાં શું રહ્યો મતદારોનો મિજાજ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election) ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election) ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને માત્ર 32થી 48 વચ્ચે બેઠકો મળતી હોવાનું અને આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી જ સીટ મળતી હોવાનું ઓપિનિયન પોલ મુજબ કહેવાઈ રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ABP C-વોટર સર્વે મુજબ કેટલી બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે?
સૌરાષ્ટ્ર-કચ્છમાં કઈ પાર્ટીનો દબદબો રહેશે?
ABP ન્યૂઝ અને C-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આ ચૂંટણીમાં ભાજપનો જ દબદબો રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાની કુલ 54 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેમાં સર્વે મુજબ ભાજપને 38થી 42 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 11થી 15 જેટલી બેઠકો મળી શકે છે. આમ આદમી પાર્ટીને 1 અને અન્યને 2 જેટલી બેઠકો મળે તેવું અનુમાન આ સર્વેમાં લગાડવામાં આવ્યું છે.
AAPના આવવાથી થશે મતોનું વિભાજન
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કઈ પાર્ટીને કેટલા મત મળશે તેની ટકાવારીની વાત કરીએ તો તેમાં પણ ભાજપ જ સૌથી આગળ છે. સર્વે મુજબ, ભાજપને 43.9 ટકા મતો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 32.4 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા મત મળી શકે છે, જ્યારે અન્યને 5.5 ટકા મત મળી શકે છે. આ ચૂંટણીમાં ભલે આમ આદમી પાર્ટીને બેઠકો વધુ ના મળે પરંતુ તે ચોક્કસ પણે મતોનું વિભાજન કરશે. AAPના આવવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેની ચૂંટણીમાં મતોની ટકાવારી ઘટશે અને પરિણામે પાતળી સરસાઈથી જીતવાળી બેઠકોની સંખ્યા પણ વધી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT