ભાજપના કારણે બધા સુરક્ષિત છે, AAPની ડિપોઝિટ મુદ્દે જેપી નડ્ડાનો મોટો દાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા મંગળવારે જેપી નડ્ડાએ વડોદરામાં વિશાળ જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિરોધીઓને આડે હાથ પણ લીધા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર તેમણે જોરદાર ટિપ્પણીઓ કરતા રાજકારણ ગરમાયું હતું. નોંધનીય છે કે આ ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં રોજગારી, શિક્ષણ અને આરોગ્યના મુદ્દે સતત એકબીજા પર કટાક્ષ અને આક્ષેપબાજી ચાલતી રહેતી જોવા મળે છે. ચલો તેમના સંબોધન પર નજર કરીએ…

કોંગ્રેસના કુશાસનમાં જનતા ત્રસ્ત હતી…
જેપી નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેમની પાર્ટીના કુશાસનમાં ગરબી, બેરોજગારી અને આરોગ્યલક્ષી પડકારોથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. લોકો મદદ માગવા જતા તો પણ ખાલી હાથ પરત ફરવું પડતું હતું. પરંતુ ભાજપની સરકારે આયુષ્યમાન કાર્ડમાં રૂ.5લાખ સુધીની સહાય મફત કરતા લોકોને રાહત થઈ છે. આની સાથે જનઔષધી કેન્દ્રોમાં જરૂરી દવાઓ રાહતદરે મળતા લોકોને સારી સુવિધાઓ મળી રહી છે.

કોમી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો
જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના સમયગાળામાં કોમી હિંસા દાવાનળ રૂપે ફાટી નીકળતી હતી. સતત કર્ફ્યુ રહેતા નોકરી ધંધા પર જતા લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડતો હતો. તેવામાં ગુજરાતની નવી પેઢીને ટાંકીને તેમણે જણાવ્યું કે ભાજપના સારા શાસન દરમિયાન કોઈએ કર્ફ્યુ શું કહેવાય એ જોયું જ નથી. એ સારી બાબત છે કે લોકો હવે અહીં સુરક્ષિત ફરી શકે છે.

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીના દિલ્હી મોડલ વિશે કહ્યું…
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગમન પર જેપી નડ્ડાએ કહ્યું કે રાજ્યમાં સત્તા મેળવવા માટે આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતની જનતા સમજદાર છે મફતનું ક્યારેય લેશે નહીં. રેવડી આપનારાઓની ડિપોઝીટ આંચકી લેવાનું કામ જનતા કરશે. આવી પાર્ટીને જડબાતોડ જવાબ જનતા આપશે એવું જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT