ABP C Voter Survey: દક્ષિણ ગુજરાતમાં BJP, કોંગ્રેસ અને AAPના ત્રીપાંખીયા જંગમાં કોણ મારશે બાજી?
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election) ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું…
ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election) ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને માત્ર 32થી 48 વચ્ચે બેઠકો મળતી હોવાનું અને આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી જ સીટ મળતી હોવાનું ઓપિનિયન પોલ મુજબ કહેવાઈ રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ABP C-વોટર સર્વે મુજબ કેટલી બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે?
કઈ પાર્ટીને કેટલી બેઠક મળવાનું અનુમાન
ABP ન્યૂઝ અને C-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે દક્ષિણ ગુજરાતમાં આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ મજબૂત પક્ષ રહેશે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની કુલ 35 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેમાં સર્વે મુજબ ભાજપને 27થી 31 જેટલી બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 3થી 7 જેટલી બેઠકો મળી શકે છે. આમ આદમી પાર્ટીને 2 અને અન્યને 1 જેટલી બેઠકો મળે તેવું અનુમાન આ સર્વેમાં લગાડવામાં આવ્યું છે.
AAP કરશે ભાજપ-કોંગ્રેસને નુકસાન
મધ્ય ગુજરાતની બેઠકો પર કઈ પાર્ટીને કેટલા મત મળશે તેની ટકાવારીની વાત કરીએ તો તેમાં પણ ભાજપ જ સૌથી આગળ છે. સર્વે મુજબ, ભાજપને 50.0 ટકા મતો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 30.5 ટકા અને આમ આદમી પાર્ટીને 15.4 ટકા મત મળી શકે છે, જ્યારે અન્યને 4.1 ટકા મત મળી શકે છે. આ ચૂંટણીમાં ભલે આમ આદમી પાર્ટીને બેઠકો વધુ ના મળે પરંતુ તે ચોક્કસ પણે મતોનું વિભાજન કરશે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાની બેઠકો પર AAPની સારી પકડનો પણ ફાયદો આ ચૂંટણીમાં તેને મળતો હોય તેવું લાગી રહ્યું નથી. જોકે તેના 15 ટકા જેટલા મત મળી શકે છે જેનાથી કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા પૂરે પૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT