સાવરકુંડલા બેઠક પર આ વખતે કોણ મારશે બાજી ?, જાણો આ બેઠકનું સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે 2 દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. એક તરફ ભાજપ 150 થી વધુ સીટનો દાવો કરી રહી છે બીજીતરફ 1997થી ગુજરાતમાં સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવાનો દાવો કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સામાન્ય સફળતા બાદ આમ આદમી પાર્ટી પણ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ગુજરાતના ઇતિહાસની વાત કરવામાં આવ તો જયારે પણ ત્રિપાંખિયો જંગ થયો છે ત્યારે નુકશાન કોંગ્રેસને થયું છે. અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજનું વર્ચસ્વ વધારે છે. અમરેલી જિલ્લાની 5 બેઠક માંથી 4 બેઠક પર પાટીદાર આગેવાન ધારાસભ્ય છે. અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠકનું સમીકરણ અલગ છે. જોવાનું રહ્યું કે સાવરકુંડલાના લોકો કોને લાવશે સત્તા પર તે જોવાનું રહ્યું છે. સાવરકુંડલા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસના પ્રતાપ દુધાત સીટિંગ ધારાસભ્ય છે.

સાવરકુંડલા મૂળ ગોહિલ વાડ સ્ટેટનો ઐતિહાસિક રીતે મહત્વ ધરાવતો તાલુકો છે. આ તાલુકામાં જોગીદાસ ખુમાણની ભૂમિ આવેલ છે. આ તાલુકાના ધણા બધા ગામોમાં વિરો અને સંતો પ્રસિદ્ધિ પામેલા છે. આ તાલુકાનું ગાધકડા ગામ જુનાગઢના નવાબની હકુમત નીચે હતું. જેને સરદાર વલ્લભભાઇ પટેલે સ્વત્રંત કરાવેલ હતું.

અનોખી દિવાળીની ઉજવણી
સાવર અને કુંડલા એમ બે અલગ ગામો હતા. બન્ને ગામ વચ્ચેથી નાવલી નદી વહેતી હતી. સાવરકુંડલા દિવાળીમાં રમાતી ઇંગોરિયા રમત માટે જાણીતું છે.

ADVERTISEMENT

ઉધ્યોગથી પ્રસિદ્ધ છે ગામ
જિલ્લાના સાવરકુંડલા શહેર વજનકાંટા ઉદ્યોગનું સૌથી મોટું હબ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વર્ષોથી વજનકાંટા બનાવવાના અનેક કારખાંના છે. અને રોજગારી મેળવવા માટેનો મુખ્ય વ્યવસાય છે. અહીં ઇલેક્ટ્રિક વજન કાંટાઓ પણ બનાવવામાં આવે છે. 100 વર્ષેથી વધુ સમયથી આ ગામમાં કાંટા બને છે.

ભાજપનો હતો ગઢ
આ બેઠક ભાજપનો ગઢ ગણાતી હતી. 1998થી 2012 સુધી ભાજપ આ બેઠક પર જીતતું આવતું હતું પરંતુ 2017માં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી.

ADVERTISEMENT

લોકોની માંગ
સાવરકુંડલા ઉદ્યોગકારોને જી.આઈ.ડી.સી.આપવામાં આવશે તેવી અનેક વખત વાત સામે આવી છે, પરંતુ આજદિન સુધી જી.આઈ.ડી.સી મળી નથી. જેને લઈ નારાજગી પણ જોવા મળી રહી છે.

ADVERTISEMENT

2017ની ચૂંટણી
વર્ષ 2017માં આ બેઠક પર 56.00% જેટલું મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતને કુલ મતદાનના 49.35% એટલે કે 66366 મત મળ્યા હતા જયારે ભાજપના ઉમેદવાર કમલેશ કાનાણીને 43.01% એટલેકે 57835 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત વિજેતા થયા હતા.

હાર-જીતનું અંતર
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના પ્રતાપ દૂધાતએ ભાજપના કમ્લેશ કાનાણીને 8531 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.

2017ના મતદાતાની સંખ્યા
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 134472 મતદાન થયું. આ ક્ષેત્રમાં મતદાતાઓની કુલ સંખ્યા 238362 હતી.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 56 ટકા જેટલું મતદાન થયું હતું.

  • 2022માં આ ઉમેદવારો મેદાને

    ભાજપ- મહેશ કસવાળા
    કોંગ્રેસ- પ્રતાપ દૂધાત
    આપ- ભરત નકરાણી
    રાષ્ટ્રીય જનતા દળ- નાનાલાલ મહેતા
    વ્યવસ્થા પરિવર્તન પાર્ટી- ભરત મકવાણા
    અપક્ષ- યુનુસ જાદવ
    અપક્ષ- કિશોર બગડા
    બસપા- ગીતાબેન મારુ
    અપક્ષ- હકુ વાળા
    અપક્ષ- સૈયદ નૌશાદ કાદરી
    અપક્ષ- શબ્બીર મલેક

મતદાર
સાવરકુંડલા વિધાનસભાની બેઠકમાં કુલ 254219 મતદાર છે જેમાં 131891 પુરુષ મતદારો છે જયારે 122320 સ્ત્રી મતદારો છે. અન્ય 8 મતદારો છે.

રાજકીય વર્ચસ્વ
અમરેલી જિલ્લાની અમરેલી વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. અમરેલી બેઠકની જનતાએ 2007 અને 2012માં માં ભાજપને અને 2017માં કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવ્યા હતા.

મત વિસ્તાર
સાવરકુંડલા વિધાનસભાની બેઠકમાં સાવાર કુંડલા અને લીલીયા આમ બે તાલુકાનો સમાવેશ થાય છે.

આ કારણે બેઠક છે ચર્ચામાં

સીટિંગ ધારાભય પ્રતાપ દુધાત સતત વિવાદમાં રહેતા હોય છે. જનતા માટે કર્મચારીને ધમકી આપી દે છે તો ક્યારેક વિધાનસભા ગૃહમાં મારામારી કરે છે. સિંહો સાથે સેલ્ફી પડાવનાર પ્રતાપ દુધાત ફરી આ ચૂંટણીમાં મેદાને કોંગ્રેસ તરફથી ઉતાર્યા છે.

અમરેલી જિલ્લો રાજકીય વર્ચસ્વ ધરાવતો જિલ્લો છે અને હાલ અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠક પર પ્રતાપ દુધાત સીટીંગ ધારાસભ્ય છે. આ ઉપરાંત આ બેઠક પર પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયા જીત્યા છે. ભાજપ આ સીટ પરત લેવા વર્ચસ્વની લડાઈ લડશે. અમરેલી લોકસભાના સદસ્ય નારણ કાછડીયા પણ વધુ સક્રિય જોવા મળે છે. કોંગ્રેસ આ સીટ બચાવવા અને ભાજપ આ સીટ ફરી મેળવવા રણનીતિસાથે મેદાને ઉતર્યા છે.

કોનું રહ્યું છે વર્ચસ્વ
2012 : ભાજપના ઉમેદવાર વી.વી. વઘાસીયા વિજેતા થયા
2017 : કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત વિજેતા થયા

 

    follow whatsapp

    ADVERTISEMENT