CMને કાર્યભાર સંભાળતા પહેલા રક્ષાસૂત્ર કોને બાંધ્યું! આજથી ભૂપેન્દ્ર સરકાર 2.0ના શ્રીગણેશ…
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા છે. તેમની શપથવિધિ પછી આજે વિધિવત રીતે…
ADVERTISEMENT

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા છે. તેમની શપથવિધિ પછી આજે વિધિવત રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળી લીધો છે. અહેવાલો પ્રમાણે આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ તેમણે કાર્યભાર સંભાળ્યો હતો. જોકે આની પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોણે રક્ષાસૂત્ર બાંધ્યું હતુ, ચલો આના પર નજર કરીએ. આની સાથે આપણે જાણીએ કે અન્ય કયા કયા મંત્રીઓ કાર્યભાર સંભાળવાના શ્રીગણેશ કરશે.

CMને રક્ષાસૂત્ર કોણે બાંધ્યું…
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર કાર્યભાર સંભાળી રહેલા ભૂપેન્દ્ર પટેલે આજે જવાબદારી સંભાળી લીધી હતી. ત્યારે હવે કાર્યભાર સંભાળતા પહેલા તેમને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલે ઈશ્વરના આશીર્વાદ લીધા પછી જ કામના શ્રી ગણેશ કર્યા હતા. આની સાથે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુખ્યમંત્રી નવા ટર્મની જવાબદારી સંભાળે એ સમયે ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.
ADVERTISEMENT
મંત્રીઓએ પણ મુખ્યમંત્રીને પાઠવી શુભેચ્છા..
નોંધનીય છે કે અન્ય મંત્રીઓએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી છે. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, ડો.કુબેર ડિંડોર સ્વર્ણિમ સંકુલ ચેમ્બર નંબર-1માં કાર્યભાર સંભાળશે. અહેવાલો પ્રમાણે જગદીશ વિશ્વકર્મા 11.30 વાગ્યે તો બળવંતસિંહ રાજપૂત પણ 11.30 વાગ્યે કાર્યભાર સંભાળશે. જ્યારે ઋષિકેશ પટેલ બપોરે 12.15 વાગ્યાની આસપાસ કાર્યભાર સંભાળશે.
ADVERTISEMENT