કોણે કહ્યું સિંહોના ટોળા ન હોય, આ વિસ્તારમાં એક સાથે 11 સિંહનું ટોળુ જોવા મળ્યુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી: ગીર પંથકમાં અવાર નવાર સિંહ રસ્તા પર જોવા મળી રહે છે. હવે સિંહ જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર તરફ આગળ વધી રહયા છે. આ દરમિયાન હવે એક બે સિંહો નહીં પરંતુ એક સાથે 11 સિંહનું ટોળું અમરેલી પંથકમાં જોવા મળ્યું છે. આ 11 સિંહના ટોળાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગીર પંથકમાં સિંહ રસ્તા પર જોવા મળી રહે છે. પરંતુ હવે આ વાત પણ જૂની થઈ ચૂકી છે.  અને સિંહના ટોળા ન હોવાની કહેવતને ફરી ખોટી પુરવાર  થઈ છે. અમરેલી જિલ્લામાં એક સાથે 11 સિંહનો  વિડિયો સામે આવ્યો છે. એક સાથે 11 સિંહનું ટોળું રસ્તા પર જોવા મળ્યું છે. સિંહનું ટોળું વાહન ચાલકોના માર્ગ પર જોવા મળતા વાહન ચાલકે સિંહ પર ગાડી નાખીને નજીકથી જોવાનો  પ્રયાસ કર્યો છે. જોકે આ વિડીયો ખાંભા ગીરના ઉના રોડનો  હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતની આન, બાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે. ત્યારે હવે સિંહ લોકોના ઘર સુધી અનેક વખત પહોંકહી ચૂક્યા છે. આ સાથે આવે એક સાથે 11 સિંહો જોવા મળતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા
એક સાથે 11 સિંહનું ટોળું  રસ્તા પર જોવા મળયા અને આ વિડીયો જો અમરેલી જિલ્લાનો હોય તો વનતંત્ર પર અનેક સવાલો ઉઠયા છે. વાહન ચાલક સિંહની નજીક સુધી પોતાની ગાડી લઈ જઈ રહ્યા છે. ત્યારે વાહનોની 24 કલાક અવરજવર વચ્ચે કોઈ અકસ્માત નો ભય રહે છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે ફરી સિંહો સામેના જોખમી દ્રશ્યો સામે આવતા સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT