કોઈ CA તો કોઈ ઓર્થોપેડિક સર્જન… જાણો AAPએ જાહેર કરેલા 10 નવા ‘મૂરતિયા’ કોણ છે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વચ્ચે આજે AAPએ પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. માંડવી, દાણીલીમડા, ડીસા સહિતની 10 જેટલી બેઠકો પર પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં CA, ડોક્ટર, નિવૃત્ત મામલતદાર તથા સામાજિક આગેવાનને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે જાણો AAPએ જાહેર કરેલા નવા ઉમેદવારો કોણ છે.

1. કૈલાશ ગઢવી
આમ આદમી પાર્ટીએ કચ્છની માંડવી વિધાનસભા બેઠક પરથી કૈલાશ ગઢવીને ટિકિટ આપી છે. કૈલાશ ગઢવી પ્રતિષ્ઠિત વેપારી અગ્રણી છે. તેઓ પોતે CA છે અને વેપારી વર્ગમાં સારું એવું કામ કરી ચૂક્યા છે.

2.દિનેશ કાપડિયા
આમ આદમી પાર્ટીએ અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી દિનેશ કાપડિયાને ટિકિટ આપી છે. દિનેશ કાપડિયા એક નિવૃત્ત મામલતદાર છે અને હાલમાં તેઓ દાણીલીમડા વિસ્તારમાં પોતાના સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે.

ADVERTISEMENT

3. ડો.રમેશ પટેલ
આમ આદમી પાર્ટીએ બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠક પરથી ડો. રમેશ પટેલને ટિકિટ આપી છે. ડો. રમેશ પટેલ ઓર્થોપેડિક સર્જન છે. તેઓ આરોગ્યના ક્ષેત્રમાં ગરીબ લોકોની ખૂબ સેવા કરી ચૂક્યા છે. તેઓ અનેક ગરીબ દર્દીઓના બિલ પણ માફ કર્યા છે.

ADVERTISEMENT

4. લાલેશ ઠક્કર
આમ આદમી પાર્ટીએ પાટણની વિધાનસભા બેઠક પરથી લાલેશ પટેલને ટિકિટ આપી છે. તેઓ એક સામાજિક અગ્રણી છે. પાટણમાં તેઓ ગૌ-સેવા, રક્તદાન, ગરીબ અને વિધવા બહેનોને સેવા સહિતની અનેક સામાજિક કાર્યની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે.

ADVERTISEMENT

5. કલ્પેશ પટેલ ભોલાભાઈ
આમ આદમી પાર્ટીએ અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પરથી કલ્પેશ પટેલ ભોલાભાઈને ટિકિટ આપી છે. કલ્પેશ પટેલ એક જાણીતા વેપારી છે. ગણેશ હાઉસિંગ નામના પ્રોજેક્ટના નામથી અમદાવાદમાં તેઓ ખૂબ જાણીતા છે.

6. વિજય ચાવડા
આમ આદમી પાર્ટીએ સાવલી વિધાનસભા બેઠક પરથી વિજય ચાવડાને ટિકિટ આપી છે. વિજય ચાવડા એક સામાજિક કાર્યકર છે અને આમ આદમી પાર્ટીના સભ્ય છે.

7. બિપીન ગામિત
આમ આદમી પાર્ટીએ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી વિજય ચાવડાને ટિકિટ આપી છે. બિપીન ગામિત AAPના આદિવાસી સંગઠનના પ્રદેશ પ્રમુખ છે. તેઓ AAPની ટિકિટ પરથી તાલુકા પંચાયતની બેઠક પણ હાલમાં જીતેલા છે. તેઓ વ્યવસાયે શિક્ષક છે અને આદિવાસી સમાજને શિક્ષિત કરવા માટે કાર્યરત છે.

8. પ્રફુલ વસાવા
આમ આદમી પાર્ટીએ નાંદોદ વિધાનસભા બેઠક પરથી પ્રફુલ વસાવાને ટિકિટ આપી છે. પ્રફુલ વસાવા પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂક્યા છે. તેઓ કેવડિયા બચાવો આંદોલન સમિતિના પ્રણેતા રહ્યા છે. કેવડિયામાં આદિવાસીઓની જમીન બચાવવાના આંદોલનમાં તેમણે ખૂબ મોટો ફાળો આપ્યો છે.

9. જીવન જુંગી
આમ આદમી પાર્ટીએ પોરબંદર વિધાનસભા બેઠક પરથી જીવન જુંગીને ટિકિટ આપી છે. જીવણભાઈ માછીમાર સમાજના મોટા સામાજિક અગ્રણી છે અને માછીમાર સમાજના સામાજિક પ્રશ્નો મામલે લડત ચલાવી રહ્યા છે.

10. અરવિંદ ગામિત
તાપી જિલ્લાની નિઝર સીટ પરથી આમ આદમી પાર્ટીએ અરવિંદ ગામિતને ટિકિટ આપી છે. તેઓ ડેરીને ડિરેક્ટર છે અને કો-ઓપરેટિવ સેક્ટરના સહકારી આગેવાન છે. આ સાથે તાપી જિલ્લામાં ખેડૂતો સાથે સંકળાયેલા છે. ઉપરાંત દૂધ ઉત્પાદકોને પણ મદદ કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT