જુનાગઢમાં કેજરીવાલે કોને I LOVE YOU TOO કીધું અને કેમ? જન સંબોધન દરમિયાન થઈ જોવાજેવી
ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જુનાગઢમાં રોડ શોનું આયોજન કર્યું છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે I LOVE…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જુનાગઢમાં રોડ શોનું આયોજન કર્યું છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે I LOVE YOU કહ્યું હતું. તો ચલો આપણે તેમના આ સંબોધન પર નજર કરીએ જે વાઈરલ થઈ રહ્યું છે કે કેજરીવાલે કોને અને કેમ I LOVE YOU TOO કહ્યું. જોકે આની સાથે કેજરીવાલે વીજળી, શિક્ષણ અને રોજગારીના મુદ્દા ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જાણો સમગ્ર માહિતી…
કેજરીવાલે કોને I LOVE YOU કહ્યું..
જુનાગઢમાં રોડ શો દરમિયાન કેજરીવાલે ગુજરાતી ભાષામાં લોકોને કહ્યું કેમ છો બધા મજામા છો ને. હું છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં આવી રહ્યો છું અને જનતા તરફથી મને ઘણો પ્રેમ મળી રહ્યો છે. આવું બોલ્યા પછી જ કેજરીવાલે ગુજરાતની જનતાને કહ્યું I LOVE YOU TOO. હું પણ તમને પ્રેમ કરુ છું. ત્યારપછી કેજરીવાલે ફરીથી I LOVE YOU કહ્યું અને જનતાને પૂછ્યું કે તમે બધા મને પોતાનો ભાઈ માનો છો ને! આની સાથે કેજરીવાલે કહ્યું કે હું અહીં રાજનીતિ કરવા નહીં પણ તમારો ભાઈ-દીકરો બનીને મદદ કરવા આવ્યો છું.
જુનાગઢમાં કેજરીવાલે કોને I LOVE YOU કીધું અને કેમ? જન સંબોધન દરમિયાન થઈ જોવાજેવી#GujaratElections2022 #ArvindKejriwal #junagadh pic.twitter.com/Z2YdxMNNa8
— Gujarat Tak (@GujaratTak) November 8, 2022
ADVERTISEMENT
કેજરીવાલને સારો પ્રતિસાદ મળ્યો
અરવિંદ કેજરીવાલને જુનાગઢની જનતાને પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આની સાથે જુનાગઢમાં પણ તેમની રેલી દરમિયાન લોકો દ્વારા સારો પ્રતિસાદ કેજરીવાલને મળી રહ્યો હતો. અહીં કેજરીવાલે પરિવર્તનની વાત કરી તથા આની સાથે ચૂંટણી પહેલાં વીજળી અને રોજગારી સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.
કેજરીવાલે જનતાને ઘણા વચનો આપ્યા…
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ મોંઘવારીના મારથી બચાવવા માટે અમારી સરકાર તત્પર છે. લોકોના ઘરે વીજળી આવશે એ પણ 24 કલાક સુધી આવશે અને ફ્રી. જેમ દિલ્હી અને પંજાબમાં આવે છે એવી જ રીતે લોકોના ઘરે વીજળી આપવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT