કોઈ નિવૃત્ત આચાર્ય તો કોઈ કોન્ટ્રાક્ટર… AAPએ જાહેર કરેલા નવા 12 મૂરતિયાં કોણ છે?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે. ગઈકાલે જ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે. ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારનું ચોથું લિસ્ટ જાહેર કર્યું. જેમાં 12 નવા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 41 બેઠકો પરથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે જાણો ગઈકાલે જાહેર કરાયેલા નવા 12 ઉમેદવારો કોણ છે અને શું કામ કરે છે….
નિર્મલસિંહ પરમાર
આમ આદમી પાર્ટીએ હિંમતનગર બેઠક પરથી નિર્મલસિંહ પરમારને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. નિર્મલસિંહ પરમાર નિવૃત્ત આચાર્ય છે. તેઓ શિક્ષકની ભૂમિકામાંથી સમાજ સેવક તરીકે આગળ વધ્યા છે અને હવે હિંમતનગર બેઠક પરથી ચૂંટણી લડશે.
દોલત પટેલ
આમ આદમી પાર્ટીએ ગાંધીનગર સાઉથ બેઠક પરથી દોલત પટેલને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. દોલત પટેલ એક બિઝનેસ મેન છે અને તેઓ સમાજ સેવાનું કામ કરે છે.
ADVERTISEMENT
કુલદીપ વાઘેલા
સાણંદની વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ કુલદીપ વાઘેલા પર પસંદગી ઉતારી છે. કુલદીપ વાઘેલા કોઈ રાજકીય ઈતિહાસ ધરાવતા નથી. તેઓ એક ઉદ્યોગપતિ છે અને વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે.
બિપીન પટેલ
અમદાવાદની વટવા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પાર્ટીના જ કાર્યકર્તા એવા બિપીન પટેલને ટિકિટ આપી છે. બિપિન પટેલ વ્યવસાયે ગારમેન્ટની નાની એવી દુકાન ધરાવે છે. તેઓ આમ આદમી પાર્ટીના જૂના કાર્યકર્તા છે.
ADVERTISEMENT
નટવરસિંહ રાઠોડ
ઠાસરા વિધાનસભા બેઠક પરથી AAPએ નટવરસિંહ રાઠોડને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે. નટવરસિંહ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. સામાજિક ક્ષેત્રે તેમણે સારું યોગદાન આપ્યું છે અને રાજકીય ક્ષેત્રે ઘણા સમયથી સક્રીય છે.
ADVERTISEMENT
ભરતભાઈ પટેલ
અમદાવાદની જ અમરાઈવાડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ભરતભાઈ પટેલને ઉતાર્યા છે. ભરતભાઈ પટેલ AAPના જૂના સાથે છે. આ ઉપરાંત તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં પણ લડી ચૂક્યા છે.
રામજીભાઈ ચુડાસમા
સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આવેલી કેશોદ બેઠક પરથી AAPએ રામજીભાઈ ચુડાસમાને ટિકિટ આપી છે. રામજીભાઈ ચુ઼ડાસમા સામાજિક આગેવાન છે. કોળી સમાજના વિવિધ સંગઠનો સાથે જોડાયેલા છે. ભૂતકાળમાં કોંગ્રેસ સાથે કામ કરી ચૂક્યા છે.
તખતસિંગ સોલંકી
શહેરાની વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ શહેરા વિસ્તારના મજબૂત આગેવાન છે અને લોકપ્રિય વ્યક્તિ છે.
દિનેશ બારીયા
પંચમહાલ જિલ્લાલની કાલોલ બેઠક પરથી દિનેશ બારીયાને ટિકિટ આપવામાં આવી છે. દિનેશભાઈ બારીયા કલાના શિક્ષક છે અને કલાનું જ્ઞાન ફેલાવવા મહેનત કરે છે.
શૈલેશ કનુભાઈ ભાંભોર
દાહોદ જિલ્લાની ગરબાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ શૈલેષ ભાંભોરને ટિકિટ આપી છે. શૈલેષ ભાંભોર આમ આદમી પાર્ટીના કાર્યકર છે.
પંકજ તયડે
સુરતની લિંબાયત બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પંકજ તયડેને ટિકિટ આપી છે. પકંજ તયડે વેપારી છે અને સમાજ સેવક છે. તેઓ વિવિધ સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.
પંકજ એલ. પટેલ
નવસારી જિલ્લાની ગણદેવી બેઠક પરથી AAPએ પંકજ એલ. પટેલને ટિકિટ આપી છે. પંકજ પટેલ આદિવાસી સમાજના યુવા લીડર છે. તેઓ ઘણા સમયથી સામાજિક ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે તથા આંદોલનકારી યુવાન છે.
ADVERTISEMENT