રાજ્યમાં ક્યારે આવશે ઠંડીનો વધુ એક રાઉન્ડ ? જાણો શું છે હવામાન વિભાગની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીની અસર ઓછી થઈ ગઈ છે અને ધીમે-ધીમે ગરમી પડવા લાગી છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો લોકોને ધ્રૂજવશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જો કે આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જે બાદ ફેબ્રુઆરીના મધ્યમાં ફરીથી ઠંડી જોર પકડવા લાગશે. આમ આવતા અઠવાડિયે ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.

પાંચ દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે
ગુજરાતમાં હાલ ઠંડી જાણે કે ગાયબ થઈ ગઈ હોય તેમ ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં 13.3 ડિગ્રી, ગાંધીનગર 11.4 ડિગ્રી અને નલિયા 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ફેબ્રુઆરીના મધ્યમાં સિઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે.

ADVERTISEMENT

આ પણ વાંચો:જંત્રીના દરને લઈ નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું

ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ગરમી વધશે
વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને માર્ચ મહિનાની શરૂઆતથી તાપમાનમાં વધારો થશે.આગામી થોડા દિવસ ગુજરાતમાં સરેરાશ લધુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું વધતાં ઠંડીમાં ઘટાડો થશે. આગામી ત્રણ દિવસથી ગરમીમાં સાધારણ વધારો થવાની સંભાવના છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT