શિક્ષકને આચાર્યએ છૂટા કરતાં વિદ્યાર્થીઓ મેદાને કહ્યું, વિભૂતિ સર નહીં તો અભ્યાસ પણ નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news
સાંજેસિંહ રાઠોડ, સુરત: શાળાઓમાં શિક્ષકને દૂર કરવા માટે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવતો હોય છે પરંતુ  સુરતમાં અનોખી ઘટના સામે આવી છે.  સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ સ્કુલ બહાર બેસી વિરોધ નોંધાવ્યો હતો. સ્કુલમાં વર્ષોથી અભ્યાસ કરાવતા શિક્ષકને આચાર્ય દ્વારા સ્કુલમાંથી છુટા કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને શિક્ષકને પરત લાવવા વિદ્યાર્થીઓ મેદાને ઉતાર્યા છે. વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે, જ્યાં સુધી વિભૂતિ સરને પરત લેવામાં નહી આવે અમે શાળામાં અભ્યાસ માટે નહી જઈશું
 સુરતના પાંડેસરા સ્થિત નાગસેન નગર પાસે સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન હાઈસ્કુલ નબર 15 જે ઉડિયા માધ્યમ શાળા આવેલી છે. આ શાળામાં વિદ્યાર્થીઓએ આજે અનોખો  વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ શાળા બહાર આવેલા કેમ્પસમાં એકઠા થઈને બેનરો અને સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી વિભૂતિ સર ધો. 9 અને 10 ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા દરમ્યાન વિભૂતિ સરની તબિયત ખરાબ હોવાથી છેલ્લા 10 થી 15  દિવસથી તેઓ ગેરહાજર રહેતા હતા દરમ્યાન શાળાના આચાર્ય દ્વારા વિભૂતિ સરને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને વિભૂતિ સરને પરત લાવો, હમારી માંગે પૂરી કરો જેવા બેનર અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
સર નહીં આવે તો અભ્યાસ પણ નહીં
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સર બીમાર પડતા તેઓએ 10 દિવસની રજા લીધી હતી અને તેઓ સ્કુલે આવ્યા ન હતા. બાદમાં તેઓને નોકરી પરથી છુટા કરી દેવામાં આવ્યા છે. જે નવા શિક્ષક આવ્યા છે તેઓ જે રીતે અભ્યાસ કરાવે છે તેમાં અમને સમજ પડતી નથી. વિભૂતિ સર અહિયાં 5  વર્ષથી અભ્યાસ કરાવતા હતા અમને તેઓ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરાવતા હતા જ્યાં સુધી વિભૂતિ સરને પરત લેવામાં નહી આવે અમે શાળામાં અભ્યાસ માટે નહી જઈશું.
વિદ્યાર્થીઓના હિત માટે લેવાયો નિર્ણય 
શાળાના બાળકોના વિરોધ મામલે  શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે જ આ નિણર્ય લેવાયો હતો. વધારે માંદગીના કારણે તેઓની રજા હતી. અને હજુ પણ તેઓનું નિશ્ચિત નહોતું કે ક્યારે તેઓ શાળામાં હાજર થઇ શકે. આગામી સમયમાં પરીક્ષાઓ પણ આવી રહી છે. જેથી વિદ્યાર્થીના હિતમાં નિણર્ય લેવો જરૂરી હતી. અત્યારે જે શિક્ષક છે તે ક્વોલીફાઈડ શિક્ષક જ છે. દરેક વિદ્યાર્થીનો શિક્ષક પ્રત્યે લગાવ હોય છે. તે માનીએ છીએ પણ નવા શિક્ષક પણ વ્યવસ્થિત ભણાવે છે. પણ આગામી સમયમાં પરીક્ષા અને અભ્યાસક્રમને ધ્યાને લઈને આ નિણર્ય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT