Heeraba Modi 100 વર્ષની ઉંમરે પણ પોતાના બધા કામ જાતે કરતા, જાણો શું હતું તેમની તંદુરસ્તીનું રહસ્ય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: PM મોદીના માતા હીરાબાનું શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં નિધન થઈ ગયું. મંગળવારે સાંજે શ્વાસ લેવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હીરાબા 100 વર્ષના હતા. આ વર્ષે 18 જૂને જ તેમણે 99મો જન્મદિવસ ઉજવ્યો હતો અને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. જોકે આટલી ઉંમરે પણ તેઓ સ્વસ્થ હતા અને પોતાના તમામ કાર્યો જાતે જ કરતા હતા. આ ઉંમરમાં પણ હીરાબા કેવી રીતે આટલા સ્વસ્થ રહેતા આવો જાણીએ તેમના સ્વાસ્થ્યનું રહસ્ય.

સાદું ભોજન અને લાપસી તેમનું મનપસંદ ભોજન હતુ
હીરાબાને ઘરનું ખાવાનું જ પસંદ હતું. તેઓ મોટેભાગે ઘરનો જ ખોરાક લેતા. તેમને ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધારે ભાવતી હતી. ગળ્યામાં તેમને લાપસી વધારે ભાવતી. જન્મદિવસના અવસરે જ્યારે પણ પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા જતા, તો તેમને હીરાબા સાકર અને લાપસીથી મોઢું મીઠું કરાવતા હતા. પ્રધાનમંત્રી જ્યારે પણ હીરાબા સાથે ભોજન કરતા તો તેઓ હંમેશા સાદું ભોજન જ લેવાનું પસંદ કરતા હતા.

આ પણ વાંચો: જ્યારે હીરા બા પોતાના પુત્રને મળવા માટે પ્રથમ વખત પહોંચ્યા હતા PMO, વડાપ્રધાને શેર કરી હતી તસવીરો

ADVERTISEMENT

કોરોનાકાળમાં વેક્સિન લઈને સમાજને ઉદાહરણ આપ્યું
હીરાબા સામાજિક મેસેજ આપવામાં હંમેશા આગળ રહેતા હતા. કોરોનાકાળમાં જ્યારે લોકો વેક્સિન લેવાથી આનાકાની કરી રહ્યા હતા ત્યારે હીરાબાએ વેક્સિન લઈને સમાજ સામે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉંમરના આ પડાવમાં પણ તેઓ 5મી ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીમાં સ્કૂલ સુધી વોટ આપવા માટે ગયા હતા.

આ પણ વાંચો: માતાની આ વાત PM મોદી ક્યારેય નહીં ભૂલે, જાણો 100મા જન્મદિવસે દીકરાને અંતિમ કઈ શીખ આપી…

ADVERTISEMENT

સામાન્ય લોકો કરતા પણ સારું હતું સ્વાસ્થ્ય
અમદાવાદના એક ડાયેટિશિયન મુજબ, આ ઉંમરે પણ હીરાબાની બીમારીને લઈને વધારે ખબર નહોતી આવતી. સામાન્ય લોકોની તુલનાએ તેમના સ્વાસ્થ્ય ખૂબ સારું હતું. ડાયેટિશિયનના કહેવા મુજબ, સાદું ભોજન જ સ્વસ્થ જીવનની નિશાની છે અને તેઓ હંમેશા સાદું ભોજન લેવાનું પસંદ કરતા હતા, તેમાં પણ ઘરમાં બનેલું ભોજન.

ADVERTISEMENT

હીરાબાએ પોતાની આખી જિંદગી ખૂબ જ સાદગીપૂર્ણ રીતે પસાર કરી હતી. સ્વસ્થ જીવન કેવી રીતે જીવવુ, આ માટે હીરાબા એક પરફેક્ટ ઉદાહરણ છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, શાનદાર શતાબ્દીના ભગવાનના ચરણોમાં વિરામ… બા માં મેં હંમેશા તે ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે. જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીના પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. હું તેમને 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કરી હતી, જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT