પાલીતાણામાં જૈન વિવાદ બાબતે કેવા પગલા લેવાશે, શું બોલ્યા ટાસ્ક ફોર્સના સભ્ય ?

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહેલ, ભાવનગર:  જિલ્લાના પાલીતાણા શેત્રુંજય મહાપર્વત પર થયેલી તોડફોડને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદને લઈને અને જૈન સમાજની અન્ય ફરિયાદો અને રજૂઆતોને લઈને રેલીઓ અને વિરોધ કરવામાં આવેલ છે.  જેને લઈને તાત્કાલિક ધોરણે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા એક પાલીતાણામાં શાંતિ સ્થાપવા અને અન્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવા એક ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવેલ છે. ટાસ્કફોર્સમાં કલેકટરની અધ્યક્ષતા નીચે રેન્જ આઈજી, ડીએસપી, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત 8 સભ્યોની નિમણૂક કરવામાં આવેલ છે. આ સભ્યો દ્વારા આવતીકાલે એક મીટીંગ યોજીને પાલીતાણાના જૈન સમાજ ના પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ લાવવા પ્રયત્નો હાથ ધરાશે અને અન્ય ધર્મના લોકો પણ સુલેહ અને શાંતિ થી રહે તે પ્રકારના તમામ પ્રયત્નો કરાશે. આ મામલે રેન્જ આઈ જી દ્વારા મહત્વનું નિવેદન આપ્યું છે.

‘ટાસ્ક ફોર્સના સભ્ય  શું કહી રહ્યાં છે ?
જૈન સંઘોએ સરકારને કેટલાક આવેદનો આપ્યા હતા તેમાં મુખ્ય ચાર મુદ્દાની તેમની માગ છે તેને અનુલક્ષીને ટાસ્ક ફોર્સ કામ કરશે. 8 સભ્યોના ટાસ્ક ફોર્સની આવતીકાલે મિટિંગ બોલાવી છે. કલેક્ટર સાથે આ મિટિંગમાં આગામી સમયમાં એક્શન પ્લાન શું રહેશે તેના પર ચર્ચા કરવામાં આવશે. પોલીસની કામગીરી કેટલી સંતોષકારક રહી તેવો સવાલ જ્યારે કરવામાં આવ્યો તો  રેન્જ  IG ગૌતમ પરમારે  જણાવ્યું કે, જ્યારથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો અને દાદા સાહેબના પગલા જેણે ખંડિત કર્યા તે વ્યક્તિને તુરંત ઝડપી લેવામાં આવ્યો છે.શેત્રુંજય પર્વતની તળેટીમાં પોલીસ ચોકીમાં વધારે સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે. આ સ્ટાફ જૈન  પેઢી સાથે સંલગ્ન રહીને સુરક્ષા આપવાનું કામ કરે છે. ગઈકાલે પણ ડ્રોન મારફતે શેત્રુંજય પર્વત પર કોઈ અસામાજિક પ્રવૃતિ ચાલે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. અને આગામી સમયમાં પણ પોલીસ તમામ પ્રકારની સુરક્ષા આપતી રહેશે.

આ પણ વાંચો: ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવા માટે વધુ એક અભિયાન છેડાયું, જાણો કોણ આવ્યું મેદાને

ADVERTISEMENT

હર્ષ સંઘવીએ આપ્યું હતું આ નિવેદન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, શેત્રુંજય બાબતની વાતમાં હું આપને કહેવા માગું છું કે જેણે દાદાના જે પગથિયાં અને જે પગલાં હતા એ તોડ્યા એ ગુનેગારને 28 તારીખે પકડી લેવામાં આવ્યો છે. અને આપણે સમય જે દ્રશ્ય જોયા છે કે જે ગુરુ ભગવાન જોડે અભદ્રવ્યવહાર જાણે કર્યો એને પણ 386, 406, 420ની કલમ નોંધાવી 31 તારીખે પકડી લેવામાં આવ્યો છે.  હું આપના વિશ્વાસ અપાવું છું ગુજરાતના કોઈપણ ધર્મસ્થળ હોય તમામ જગ્યા પર લો ઓર્ડરની બાબતમાં કોઈપણ પ્રકારની ઢીલ છોડવામાં નહીં આવે.  સચ્ચાઈથી આ પ્રકારના લોકો જોડે વર્તમાન આવશે.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પાલીતાણામાં તાત્કાલિક એક પોલીસ ચોકી  પોલીસનો સ્ટાફ આ પ્રકારના લોકોને ડામી લેવા માટે ત્યાં એક ચોક્કસપણે એક ટીમ બનાવીને આની પર કામગીરી આવનારા દિવસોમાં થાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી જે પણ માંગણીઓ આવી છે એ માંગણીઓ પણ તટસ્થ તપાસ કરી તમામ વિષયો પર કોઈપણ વિષયની અંદર એકદમ ઊંડાણપૂર્વક જઈને તમામ લોકોને ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે એસઆઇટીના નામ જાહેર કરવામાં આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT