દેવાયત ખવડે ધરપકડથી બચવા કયું પગલું ભર્યું, જાણો વિગતવાર માહિતી…
રાજકોટઃ જાણીતા લોકકલાકાર દેવાયત ખવડે થોડા દિવસ અગાઉ રાજકોટમાં મયુરસિંહ રાણા નામના શખસ પર હુમલો કર્યો હતો. જેના ઈજાગ્રસ્તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા દેવાયત ખવડ…
ADVERTISEMENT
રાજકોટઃ જાણીતા લોકકલાકાર દેવાયત ખવડે થોડા દિવસ અગાઉ રાજકોટમાં મયુરસિંહ રાણા નામના શખસ પર હુમલો કર્યો હતો. જેના ઈજાગ્રસ્તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા દેવાયત ખવડ અને તેના સાગરીત વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેવામાં ધરપકડથી બચવા માટે અત્યારે દેવાયત ખવડ છેલ્લા 3થી 4 દિવસથી ફરાર હોવાના અહેવાલો મળી રહ્યા છે. હવે મીડિયા રિપોર્ટ્સના આધારે દેવાયત ખવડે ધરપરડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ..
ધરપકડથી બચવા દેવાયતે શું કર્યું..
મીડિયા રિપોર્ટ્સના આધારે દેવાયત ખવડના હુમલાના CCTV ફુટેજ વાઈરલ થયા હતા. ત્યારપછી મયુરસિંહ રાણા પર કરાયેલા હુમલાના પગલે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પણ દેવાયત ખવડનો વિરોધ કરાયો હતો. ત્યારે હવે ધરપકડથી બચવા માટે દેવાયત ખવડે આગોતરા જામીન અરજી કરી દીધી છે. નોંધનીય છે કે હજુ સુધી પણ પોલીસ દેવાયત ખવડને શોધી શકી નથી.
તસવીરો સળગાવી વિરોધ
રાજકોટ ખાતે દિવસ દરમિયાન કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાને જીવલેણ હુમલો કર્યો હતો. અહેવાલો પ્રમાણે આ યુવક ક્ષત્રિય સમાજનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે ધ્રાંગધ્રા તાલુકાના અંજાર અને કોંઢ ગામે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે દેવાયત ખવડની તસવીરો સળગવાની વિરોધ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
જાણો સમગ્ર ઘટનાક્રમ…
લોકસાહિત્યકાર દેવાયત ખવડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો, જેમાં તેઓ બે વ્યકિત સાથે મળીને મયુરસિંહ રાણા નામના યુવક પર લાકડી લઈને તૂટી પડે છે. મયુરસિંહ ઓફિસથી પોતાના ઘરે જમવા જઈ રહ્યા હતા, આ દરમિયાન જ કાર લઈને આવેલા દેવાયત ખવડ અને તેમની સાથેની બે વ્યક્તિએ મયુરસિંહના હાથ-પગ પર લાકડીના ફટકા માર્યા હતા. અગાઉ પણ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ પાર્કિંગની માથાકૂટ મુદ્દે સામ સામે આવી ચૂક્યા હતા. જોકે તે સમયે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
ADVERTISEMENT