મત આપતા પહેલા PM મોદીએ લોકોને શું કહ્યું, મતદાન ટકાવારી વધારવા દિગ્ગજોની ખાસ પહેલ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન આજે શરૂ થયું છે. ત્યારે પહેલા તબક્કામાં જે પ્રમાણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો એને જોતા દિગ્ગજ નેતાઓએ આજે મતદાન શરૂ થતા જ લોકોને લોકશાહીના પર્વમાં જોડાવવા માટે અપિલ કરી હતી. ત્યારે અમિત શાહ, અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ખાસ સંદેશો આપ્યો છે. તેવામાં આજે ગુજરાતીની 93 બેઠકો પર આજે સવારથી જ વોટિંગ શરૂ થઈ ગયું છે. ચલો તેમના સંદેશ પર નજર કરીએ…

PM મોદીની મહિલાઓ અને યુવાઓને મતદાનની અપિલ
આજે વડાપ્રધાન મોદીએ પોતાનો મત આપતા પહેલા લોકોને સંદેશ આપ્યો હતો કે બીજા તબક્કાના મતદાનમાં વિસ્તારોના સૌ નાગરિકોને જોડાવવા અપિલ કરી હતી. આની સાથે તેમણે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આની સાથે જ તેમણે જણાવ્યું હતુંકે તેઓ 9 વાગે અમદાવાદમાં મત આપવા માટે જશે.

ADVERTISEMENT

અમિત શાહે કહ્યું- એક મત સુવર્ણ ભવિષ્ય માટે…
અમિત શાહે જણાવ્યું કે બીજા તબક્કાના મતદાનમાં દરેક મતદારોને અપિલ કરુ છું કે તેઓ વોટિંગમાં જોડાય. આની સાથે તેમણે યુવાઓને પણ ખાસ અપિલ કરી હતી. આની સાથે ગુજરાતની શાંતિ તથા સમૃદ્ધિ માટે તેમણે પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા માટે વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે અપિલ કરી છે. તથા તેમણે જનતાને એક મતનું મહત્ત્વ પણ જણાવ્યું હતું. કહ્યું કે તમારો એક મત ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ગુજરાત માટે નવી આશાઓની ચૂંટણી- અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે બીજા ફેઝમાં આજે ગુજરાતની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે મારી તમામ મતદાતાઓને અપિલ છે કે આ ગુજરાતની નવી આશા અને આકાંક્ષાઓની ચૂંટણી છે. દશકાઓ પછી ઘણી મોટી તક આપણી સામે આવી છે. ભવિષ્ય પર નજર કરતા આ વખતા ગુજરાતની ઉન્નતિ માટે જરૂર મત આપવો જોઈએ. આ વખતે કઈક અલગ અને અદભૂત કરીને આવો.

    follow whatsapp

    ADVERTISEMENT