જેતપુરની જનતાની જનતાનો કેવો રહ્યો છે રાજકીય મિજાજ, જાણો આ બેઠકનો ઇતિહાસ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભાની બેઠક છે. રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર રાદડિયા પરિવારની મજબૂત પકડ છે. આ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભાની બેઠક છે. રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર રાદડિયા પરિવારની મજબૂત પકડ છે. આ બેઠક પર જયેશ રાદડિયા 3 વખત ચૂંટણી જીત્યા છે અને 2 વખત મંત્રી બન્યા છે. 2012માં કોંગ્રેસ પક્ષ માંથી ચૂંટાઈ આવ્યા હતા. 2013માં પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જોડાયા હતા. નરેન્દ્ર મોદી સરકારમાં જયેશ રાદડિયાને મંત્રીપદ આપવામાં આવ્યું હતું ત્યારબાદ આનંદી પટેલની સરકાર અને વિજય રૂપાણીની સરકારમાં પણ મંત્રી પદ્દ ફાળવવામાં આવ્યું હતું. ભુપેન્દ્ર પટેલની સરકારમાં આ બેઠકને નુકશાન થયું છે. જયેશ રાદડિયાને મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. ત્યારે હવે ભાજપે ફરી જયેશ રાદડીયાને મેદાને ઉતર્યા છે. ત્યારે આ બેઠક પર 8 ઉમેદવાર મેદાને છે.
ઉધ્યોગ
જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ કે જેને કારણે જેતપુર શહેરનું નામ દેશ-વિદેશમાં ગુંજી રહ્યું છે. જેતપુર એક એવું શહેર છે જ્યાં ડાઇંગ ઉદ્યોગ સૌથી વધુ છે. 1970-90 જેતપુર સાડી ઉદ્યોગનો સુવર્ણ યુગ માની શકાય.
આ કારણે બેઠક છે ચર્ચામાં
જયેશ રાદડિયાને નરેન્દ્ર મોદી સરકારથી મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે છે ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની સરકારમાં પડતા મુકવામાં આવ્યા હતા. જયેશ રાદડિયાનો ભારે દબદબો જોવા મળે છે ત્યારે હવે જયેશ રાદડિયા વિરુદ્ધ ભાજપના જ કાર્યકર્તાએ વિરોધના સુર ઉચ્ચાર્યા છે. આ વિરોધની અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં પડી શકે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વિરોધનો લાભ ઉઠાવવા મહેનત કરશે.
ADVERTISEMENT
વિવાદ
વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. છેલ્લા 3 મહિનાથી રાજકોટના સહકારી જગતનો જૂથવાદ ચાલી રહ્યો છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ પત્ર લખ્યો હતો અને તેમાં જયેશ રાદડિયા પર રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડ અને ગોલમાલ અંગે રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન હતા હવે હરીફ જૂથ કોર્ટના શરણે ગયું. નીતિન ઢાંકેચાએ જયેશ રાદડિયા વિરુદ્ધ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે.
ભાજપના જ નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખીયાએ જયેશ રાદડિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બેંકના પ્યુનની ભરતમાં કૌભાંડ આચર્યુ હોવાના આરોપ સાથે અગાઉ ગાંધીનગર ખાતે ભાજપ નેતાઓ રજૂઆત કરી હતી. જેમાં તેમનો આરોપ હતો કે પ્યુનની ભરતીમાં રાદડિયા રૂ. 45 લાખ લઈ ભરતી કરી રહ્યા છે. જાહેર ખબર આપ્યા વગર તેમજ રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વગર ભરતી કરવામાં આવી હતી. 3 માસના રોજમદાર તરીકે પ્યુનની ભરતી કરી હતી જે બાદ કોઈ પણ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વગર એક વર્ષ બાદ પ્યુનને કાયમી કરી નાખવામાં આવ્યા છે. પ્યુનને પાંચ વર્ષ બાદ ક્લાર્કનુ પ્રમોશન પણ આપી દેવાયું છે.
ADVERTISEMENT
મતદારો
જેતપુર બેઠક પર કુલ 5 275617 મતદારો છે. જેમાંથી 143504 પુરુષ મતદારો છે જયારે 132108 સ્ત્રી અને અન્ય 5 મતદારો છે.
ADVERTISEMENT
જાતીય સમીકરણ
આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે.
લોકોની જરૂરિયાત
જેતપુર સાડીના ઉધ્યોગ થી મોખરે છે. સાડીના ઉધ્યોગને લઈ ભાદર નદીના કાંઠે આવેલા જેતપુર શહેરમાં ઔદ્યોગિક પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા બની છે. ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભાદરમાં ભળવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે.ભાદર નદીને પ્રદૂષિત થતી અટકાવવી ખેડૂતોની માંગ છે
રાજકીય ઇતિહાસ
ભાજપ હજુ શહેરી વિસ્તારોમાં માંડ પગપેસારો કરી રહ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં તેની ઓળખ ઊભી થવાની બાકી હતી ત્યારે સૌ પ્રથમ જેતપુરે ભાજપને આવકારો આપ્યો હતો. સવજીભાઈ પોતે ત્રણ વખત અહીં ધારાસભ્ય બન્યા અને તેમના અકાળે નિધન પછી તેમનાં પત્ની જસુબહેન ત્રણ વખત આ બેઠક પરથી જીત્યા. એ પછી દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનો યુગ શરૂ થયો. કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયેશ રાદડિયાએ અહીં જીત મેળવી એ વખતે ભાજપનો ગઢ તૂટ્યાનો અણસાર જણાતો હતો, પરંતુ રાદડિયા પિતા-પુત્ર ચડતી કળા પારખીને ભાજપમાં જોડાયા અને એ રીતે ભાજપે રાજાને રાજ્ય સોંપી પોતાનું રાજ મેળવી લીધું.
વર્ષ 2012ની ચૂંટણી અને પેટા ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. કોંગ્રેસના જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા સામે ભાજપના જશુમતીબેન કોરાટનો 18033 મતે પરાજય થયો હતો. વિજેતા ઉમેદવાર જયેશ રાદડિયાને 85827 મત અને તેમના નિકટના હરીફ જશુમતિબેનને 67794 મત મળ્યા હતા.2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. બે મહિના બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો હતો અને આ બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી હતી.
વર્ષ 2017ની ચૂંટણી
જેતપુર બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. આ બેઠક પર જામકંડોરણા તાલુકા અને જેતપુર તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર 2012થી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા જીતે છે. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે જયેશ રાદડિયાને મેદાને ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે રવિ આંબલિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર કુલ 8 ઉમેદવાર હતા. જેતપુર બેઠક પર 70.69 % મતદાન થયું હતું. જેમાં કુલ મતદાનના 56.87 % એટલેકે 83100 મત ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાને મળ્યા હતા. 39.13% એટલેકે 57181 મત કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલીયાને મળ્યા હતા. ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા ચૂંટણી જીત્યા હતા.
2022માં આ ઉમેદવાર મેદાને
ભાજપ- જયેશ રાદડિયા
કોંગ્રેસ- દિપક વેકરીયા
આપ- રોહિત ભૂવા
સપા- રાજૂ સરવૈયા
બસપા- દેવશી બોરિચા
રાઇટ ટુ રિકોલ પાર્ટી- અલ્પેશ વાડીલીયા
અપક્ષ-ભરત ચાવડા
અપક્ષ- જયેન્દ્રસિંહ ચૌહાણ
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
1962- કોંગ્રેસના ઉમેદવાર નારણભાઇ પટેલ વિજેતા થયા.
1967-કોંગ્રેસના ઉમેદવાર એન.કે.પટેલ વિજેતા થયા.
1972- કોંગ્રેસના ઉમેદવાર જમનાદાસ વેકરીયા વિજેતા થયા.
1975- કોંગ્રેસ ના ઉમેદવાર રમણીકલાલ પટેલ વિજેતા થયા.
1980-કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર જમનાદાસ વેકરીયા વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર દિલીપ પટેલ વિજેતા થયા.
1990- ભાજપના ઉમેદવાર સવજી કોરાટ વિજેતા થયા.
1995- ભાજપના ઉમેદવાર સવજી કોરાટ વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર સવજી કોરાટ વિજેતા થયા.
1999- પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર જસુબેન કોરાટ વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર જસુબેન કોરાટ વિજેતા થયા.
2007- ભાજપના ઉમેદવાર જસુબેન કોરાટ વિજેતા થયા.
2012- કોંગ્રેસના ઉમેદવાર જયેશ રાદડિયા વિજેતા થયા.
2013- પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા વિજેતા થયા.
2017- ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા વિજેતા થયા.
ADVERTISEMENT