BJPમાં જોડાતા જ હર્ષદ રિબડીયાના બદલાયા સુર, 40 કરોડની ઓફર પર માતાજીના સોગંદ ખાઈને શું બોલ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: તાજેતરમાં જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા કોંગ્રેસના હર્ષદ રિબડીયા આજે ગાંધીનગરમાં જોડાયા હતા. હર્ષદ રિબડીયાએ ભાજપના પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. કોંગી નેતાની સાથે તેમના સમર્થકો તથા કોંગ્રેસના અન્ય કેટલાક આગેવાનો પણ આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. થોડા સમય પહેલા હર્ષદ રિબડીયાએ ભાજપમાં જવા અંગે જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, અહેમદભાઈ પટેલ વખતેની રાજ્યસભાની ચૂંટણીમાં 40 કરોડ આપતા હતા પરંતુ સિંહ ખડ ન ખાય તેમ કહી અને ભાજપમાં જોડાવાની વાત નકારી હતી. ત્યારે આજે આ અંગે પ્રશ્ન પૂછાતા તેમણે કેટલાક ખુલાસા કર્યા હતા.

40 કરોડની ઓફર પર શું કહ્યું?
હર્ષદ રિબડીયાએ ભાજપમાં જોડાતા જ કહ્યું કે, હું એક ખેડૂતનો દીકરો છું. છાશ-રોટલો ખાઈ લઉં. મા ભગવતીના સોગંદ ખાઈને કહું છું કે મેં એક રૂપિયો પણ ક્યાંય લીધો નથી. જે લોકો પૈસાની વાતો કરે છે એમને મારો કુદરત પણ નહીં છોડે. જ્યારે 40 કરોડની ઓફર પર તેમણે કહ્યું કે, હું એવું નથી બોલ્યો કે મને ભાજપે ઓફર કરી. અહેમદ ભાઈ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે અમારી જ પાર્ટીના આગેવાન દ્વારા મારી પાસે મળતીયા મોકલવામાં આવ્યા કે તમે આમાથી નીકળી જાવ. એ પાર્ટીના જ આગેવાન હતા. તેમના જ મળતીયા દ્વારા કહેવામાં આવતું હતું. ભાજપના એકપણ વ્યક્તિ દ્વારા મને ઓફર કરવામાં આવી નથી. આ વાત હું માતાજીના સોગંદ ખાઈને કહેવા તૈયાર છું. આ આગેવાન અત્યારે આપણી વચ્ચે નથી અને હું નામ લઉં તે પણ યોગ્ય નથી. આગામી સમય જ બતાવશે.

ADVERTISEMENT

ભાજપમાં જોડાતા જ કોંગ્રેસને બતાવી દિશાહીન
હર્ષદ રિબડીયાએ ભાજપમાં જોડાઈને કહ્યું કે, ઘણા મિત્રો પૂછતા હતા કે તમે કેમ ભાજપમાં આવ્યા, કેમ કોંગ્રેસ છોડી. સમગ્ર ગુજરાત જાણે છે, દેશ જાણે છે કોંગ્રેસ દિશાહીન થઈ ગઈ છે. અમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે લડાઈ કરવાની આવે ત્યારે અસામાજિક તત્વો સામે લડ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીનો કોઈ આગેવાન અમારી મદદે નહોતા આવતા.

ભાજપની કઈ બાબતથી પ્રભાવિત થયા?
તેમણે કહ્યું કે, બધા જાણ છે કે નરેન્દ્ર મોદી દેશમાં જે રીતે વિકાસ કરી રહ્યા છે. 2014માં પોષણક્ષમ ભાવ પછી જે ભાવમાં વધારો આવ્યો મારો જગતનો તાત ખેડૂતનો દીકરો કાળી મજૂરી કરી, ધોમ ધખતા તાપમાં દેશનું પેટ ભરનારા દીકરાને ભાવ નહોતા મળતા. મોદી સાહેબે આયોજન કર્યું. કૃષિમાં નવી ક્રાંતિ લાવ્યા, ઓજારોમાં નવી ટેકનોલોજી આવ્યા. જે-તે સમયે અડધ, તુવેર, મગના ભાવ સરખા હતા. આજે કઠોળના ભાવ 1000થી ઓછા નથી. કપાસના ભાવ 700 રૂપિયા હતા. આજે 2000થી 2500 રૂપિયા ભાવ થઈ ગયા. ખેડૂતો માટે આ સરકારે ખૂબ પ્રયત્નો કર્યા. ત્યારે હું તેનાથી પ્રભાવિત થયો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT