માતા અમેરિકામાં, બાળક અને પિતા મેક્સિકોમાં પડ્યા, USમાં ઘુસવા જતા કલોલના પરિવાર સાથે શું બન્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા જતા કલોલના એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. અમેરિકા-મેક્સિકો બોર્ડરે આવેલી 30 ફૂટ ઊંચી ટ્રમ્પ વોલ પરથી કૂદવા જતા 50 વર્ષના આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું નિધન થયું, જ્યારે તેમની સાથે 3 વર્ષના બાળક અને પત્નીને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. વિધિની વક્રતા તો જુઓ, પિતા સાથે મેક્સિકો સાઈડમાં બાળક પડ્યું જેમાં પિતાનું મોત થઈ ગયું, જ્યારે માતા અમેરિકાની સરહદમાં પડી. તેને સેન ડિયાગોની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે, જ્યારે 3 વર્ષનું બાળક એકલું મેક્સિકોમાં છે.

40 જેટલા લોકો બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસમાં હતા
મેક્સિકોના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ માઈગ્રેશનના કહેવા મુજબ, કલોલના આ પરિવાર સાથે 40 માઈગ્રન્ટ્સ હતા જેઓ ડોક્યુમેન્ટ્સ વગર અમેરિકા-મેક્સિકો બોર્ડરેથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અકસ્માત પહેલા 13 લોકો બોર્ડર ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા અને તેમને યુ.એસ બોર્ડર પેટ્રોલિંગની ટીમે પ્રોસેસિંગ માટે અટકાવ્યા હતા. જ્યારે બ્રિજકુમારના કૂદ્યા બાદ પણ અન્ય 9 લોકોએ બોર્ડર ક્રોસ કરી હતી જેમને અમેરિકાના બોર્ડર એજન્ટ્સ દ્વારા રોકવામાં આવ્યા હતા, તેમણે સમગ્ર ગ્રુપને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ માઈગ્રેશનમાં પાછું મોકલી દીધું હતું.

પતિ અને દીકરો મેક્સિકોમાં પડ્યા, પત્ની અમેરિકામાં
30 ફૂટ ઊંચી દિવાલ પરથી કૂદતા સમયે બ્રિજકુમાર 3 વર્ષના દીકરાને એક હાથથી પકડીને ઉપર ચડ્યા હતા. તેમના પત્ની પણ દિવાલ પર ચઢી ગયા હતા. જોકે બ્રિજકુમાર અચાનક ત્યાંથી મેક્સિકોના ટીજુઆનામાં પડ્યા, તેમને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું, જ્યારે 3 વર્ષનું બાળક બચી ગયું. જ્યારે તેમના પત્ની સેન ડિયાગોમાં પડ્યા તેમને હિપ અને હાથમાં ફ્રેક્ચર થઈ જતા સેન ડિયાગોની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટના બાદ પિતા ગુમાવનારું 3 વર્ષનું બાળક માતાથી પણ અલગ થઈ ગયું.

ADVERTISEMENT

કલોલ GIDCમાં નોકરી કરતા હતા બ્રિજકુમાર
ભરત જોશી એડિશનલ કલેક્ટરે જણાવ્યું કે, કલોલ GIDCમાં નોકરી કરતા જે ગુજરાતના વતની નથી, કોઈ એજન્ટ મારફતે વિદેશ ગયા હતા અને યુ.એસની ઘટનામાં દિવાલ કુદવાથી યુવકનું મોત થયું છે અને તેમના પત્ની હોસ્પિટલમાં દાખલ છે તેવી વિગતો મળી છે.

    follow whatsapp

    ADVERTISEMENT