ગાંધીધામમાં એવું શું થયું કે મતગણતરી મથકે જ ભરત સોલંકીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે મતગણતરી શરૂ છે. આ દરમિયા ચૂંટણીમાં પણ હૈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો ત્યારે હવે કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠક પર હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ગાંધીધામ કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી મથકે ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે.

ગુજરાત વિધાનસભણી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે.  આજે જાહેર થશે કે જનતા ગુજરાતની ગાદી કોને સોંપવા ઈચ્છે છે. ગુજરાતમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે કે સત્તાનું પરિવર્તન થશે કે પુનરાવર્તન. કચ્છ  જિલ્લાની  ગાંધીધામ બેઠક પર 9 ઉમેદવાર મેદાને છે. આ દરમિયાન ગાંધીધામ કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી મથકે ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસના ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક EVM યોગ્ય રીતે સીલ કરવામાં આવ્યા નથી અને કેટલાક EVMમાં સહીઓ પણ નથી. કોંગ્રેસના ઉમેદવારે EVM સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો હતો અને કાઉન્ટિંગ રૂમમાં ધરણા પર બેસી ગયો હતો અને તેના આરોપો પર કોઈ કાર્યવાહી ન થતાં તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

  • 2022માં આ ઉમેદવારો મેદાને હતા 

    ભાજપ- માલતી કિશોર મહેશ્વરી
    કોંગ્રેસ- ભરત સોલંકી
    આપ- બુધાભાઈ મહેશ્વરી
    સપા- લાલજીભાઇ બળિયા
    ગુજરાત સર્વસમજ પાર્ટી- અરવિંદ સાંઘેલા
    સંયુક્ત વિકાસ પાર્ટી- વનિતા મહેશ્વરી
    બસપા- કાળુભાઇ મોર્ય
    અપક્ષ- જીગીશા સોંદરવા
    અપક્ષ- સમીર મહેશ્વરી

ADVERTISEMENT

નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે બેઠક
વર્ષ          જીતેલા ઉમેદવાર      પક્ષ
2017-  માલતી કિશોર મહેશ્વરી-  ભાજપ
2012-  રમેશ વચ્છરાજ મહેશ્વરી-  ભાજપ

    follow whatsapp

    ADVERTISEMENT