સાબરમતી આશ્રમની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિઝિટર બુકમાં શું લખ્યું?

ADVERTISEMENT

President Draupadi Murmu
President Draupadi Murmu
social share
google news

અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે. રાષ્ટ્રપતિએ ગુજરાત પ્રવાસની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાતથી કરી છે. મુલાકાત દરમિયાન તેમણે વિઝટ બૂકમાં લખ્યું છે કે આ પવિત્ર સ્થળની મુલાકાતથી મારામાં શ્રદ્ધા અને પ્રેરણાનું સંચાર થઈ રહ્યું છે.

2 દિવસ ગુજરાતની મુલાકાતે આવેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી કરી છે. આ મુલાકાત દરમિયાન તેમણે વિઝિટર બૂકમાં લખ્યું કે, સાબરમતીના સંત, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ પવિત્ર સ્થળ પર આવી મારામાં અલગ શ્રદ્ધા અને પ્રેરણાનું સંચાર થાય છે. લાંબા સમય સુધી સ્વાધીનતા સંગ્રામનું કેન્દ્ર રહેલા આ પરિસરમાં મને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. આ પરિસરમાં પૂજ્ય બાપુના અસાધારણ જીવનની અનમોલ ધરોહરને સાચવી રાખવામાં આવી છે. જેના કારણે હું સાબરમતી આશ્રમની જાળવણી સાથે સંકળાયેલા તમામ લોકો માટે મારી પ્રશંસા વ્યક્ત કરું છું

દ્રૌપદી મુર્મુ સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘HerStart’ લોન્ચ કરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 4 ઓક્ટોબરે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત યુનિવર્સિટીનું સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘HerStart’ લોન્ચ કરશે અને અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમૂહૂર્ત પણ કરશે.

ADVERTISEMENT

ગાંધીનગર સિવિલમાં ટ્રોમા સેન્ટર તૈયાર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમૂહૂર્ત કરાશે. અહીં 373 કરોડના ખર્ચે ટ્રોમા સેન્ટર તૈયાર થશે. જેના કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અત્યારે 600 બેડની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર કિડની, હાર્ટને લગતી ઓપીડી તથા MRI અને સોનોગ્રાફી વિભાગ શરૂ કરાશે. વળી અહીં ક્રિટિકલ સેન્ટર તથા રેન બસેરા પણ ઉભુ કરાઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT