કુસ્તી મહાસંઘના વિવાદ વચ્ચે વિનેશ-બજરંગ સહિત 8 પહેલવાનો ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા, કારણ પણ જણાવ્યું
નવી દિલ્હી: ભારતીય કુશ્તી મહાસંઘ અને પહેલવાનો વચ્ચે શરૂ થયેલો વિવાદ વધતો જઈ રહ્યો છે. કારણ કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિત 8 પહેલવાનોએ…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભારતીય કુશ્તી મહાસંઘ અને પહેલવાનો વચ્ચે શરૂ થયેલો વિવાદ વધતો જઈ રહ્યો છે. કારણ કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિત 8 પહેલવાનોએ 1લી થી 5મી ફેબ્રુઆરી વચ્ચે થનારી જાગ્રેબ ઓપનમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. આ નિર્ણય લેતા રેસલર્સે કહ્યું કે તેઓ આ પ્રતિયોગિતા માટે પોતાના તૈયાર નથી અનુભવી રહ્યા. જ્યારે અંજૂ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ છે.
અગાઉ કુસ્તી મહાસંઘ સામે ખેલાડીઓએ કર્યા હતા ધરણા
મેરી કોમની અધ્યક્ષતાવાળી નવનિયુક્ત સમિતીએ હાલમાં જ ક્રોએશિયાની રાજધાનીમાં 1લી ફેબ્રુઆરીથી શરૂ થનારી UWW રેન્કીંગ સીરિઝ ઈવેન્ટ માટે 36 સદસ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. એજન્સી મુજબ પહેલવાનોએ દિલ્હીના જંતર-મંતર પર પોતાના ત્રણ દિવસના વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે તેઓ ત્યાં સુધી કોઈ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે, જ્યાં સુધી ભારતીય કુશ્તી મહાસંઘનો ભંગ ન કરવામાં આવે. આ સાથે જ તેમણે WFIના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ પર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા સાથે જ તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: SMC દ્વારા માધુપુરામાંથી દારૂ ઝડપાતા, કમિશ્નરે PI,PSI અને D સ્ટાફને સસ્પેન્ડ કર્યા
ADVERTISEMENT
આ ખેલાડીઓએ નામ પાછું લીધું
ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડાલિસ્ટ રવિ દહિયા, વિશ્વ ચેમ્પિયનશિપના મેડલ વિજેતા દીપક પૂનિયા, અંશુ મલિક, બજરંગ પૂનિયાની પત્ની સંગીતા ફોગાટ, સરિતા મોર અને જિતેન્દ્ર કિન્હા, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે પોતાનું નામ આ ચેમ્પિયનશિપમાંથી પાછું ખેંચી લીધું છે. આ રેસલર્સનું કહેવું છે કે તેઓ જાગ્રેબ ઓપનમાં સામેલ નથી થઈ શકતા. SAIના સૂત્ર મુજબ જાગ્રેબ ઓપન ગ્રાંપ્રીથી નામ પાછું ખેંચતા પહેલવાનોએ આનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે 100 ટકા તૈયાર નથી.
આ પણ વાંચો: શાળાની વિદ્યાર્થીનીએ કહ્યું, બોયફ્રેન્ડ વિના રહેવાતું નથી મારા લગ્ન કરાવી આપો
ADVERTISEMENT
1 દિવસ પહેલા જ સરકારે આપી હતી મંજૂરી
પહેલવાનોના આ નિર્ણયના ઠીક એક દિવસ પહેલા જ 26 જાન્યુઆરીએ સરકારે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિત 55 સદસ્યોના ભારતીય કુશ્તી દળને જાગ્રેબ ઓપન ગ્રાંપ્રીમાં ભાગ લેવા માટે મંજૂરી આપી હતી. રમત મંત્રાલય મુજબ આ ટીમમાં ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ વિજેતા રવિ કુમાર દહિયા, અંશુ મલિક અને દીપક પૂનિયા પણ સામેલ હતા. મંત્રાલય તરફથી કહેવાયું હતું કે, આ સંપૂર્ણ પ્રવાસનો ખર્ચ સરકાર વહન કરશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT