Weather: મેઘરાજા આજે ફરીથી તોફાની બેટિંગ કરી શકે છે, દ.ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આ ચોમાસાની સિઝન દરમિયાન મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. તેવામાં મોનસૂનની સિઝન વિદાય લે એની પહેલા બંગાળની ખાડીના વેસ્ટ સેન્ટ્રલ ભાગમાં લો પ્રેશર…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આ ચોમાસાની સિઝન દરમિયાન મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. તેવામાં મોનસૂનની સિઝન વિદાય લે એની પહેલા બંગાળની ખાડીના વેસ્ટ સેન્ટ્રલ ભાગમાં લો પ્રેશર સર્જાયું હોવાથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના જણાવાઈ રહી છે. આજે રવિવાર રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજા વિદાય લેશે એની પહેલા ઘણા વિસ્તારોને ઘમરોળી શકે છે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના નહિવત જોવા મળી રહી છે.
જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેવામાં ચોમાસુ વિદાય લે એની પહેલા દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ જોવા જઈએ તો કચ્છમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે આગામી 2 દિવસ સુધી દ.ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહી શકે છે.
નવરાત્રીમાં સામાન્ય વરસાદ પડી શકે છે…
ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ વિદાય લેવાની તૈયારી કરી લીધી છે. તેવામાં નવરાત્રી દરમિયાન અહીં સંભવિત હળવો વરસાદ નોંધાઈ શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં તો બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રેશરના કારણે આગામી 2 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT