Weather: 31st સુધી ઠંડીમાં થશે ધરખમ વધારો, ગુજરાત કોલ્ડવેવમાં સપડાશે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં 1 સપ્તાહમાં ઠંડીનો પારો વધી શકે છે.  અત્યારે દિવસે પણ ક્યારેક સ્વેટર પહેરવું પડે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઉત્તરના પવનોની અસર રાજ્યમાં થશે. આને લઈને 2થી 3 ડિગ્રી સુધી તાપમાન નીચે જઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. તેવામાં આસપાસ ઠંડીથી બચવા માટે લોકો તાપણા કરતા નજરે પડી રહ્યા છે.

અમદાવાદનું તાપમાન…
અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં તાપમાન છેલ્લા 2 કે 3 દિવસમાં 13થી 14 ડિગ્રી સુધી નોંધાયું હતું. તેવામાં આગામી પાંચ દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અંબાલાલ પટેલે ઠંડીમાં વધારો થશે એવી આગાહી કરી છે. એટલુ જ નહીં 25 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડશે એવું પણ તેમણે જણાવ્યું હતું. વળી દરિયાકાંઠે પવનો સુસવાટા મારી ફૂંકાઈ શકે છે.

કોલ્ડ વેવ વચ્ચે હવામાનમાં પલટો
ગુજરાતમાં અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે. આની સાથે જ સામાન્ય રીતે શરદી, ઉધરસ સહિતની બીમારીઓ પણ ઝડપથી ફેલાઈ જવાની સંભાવના રહેલી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT