હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, આવતી કાલે અહીં પડી શકે છે માવઠું
અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે ત્યારે આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીની સાથે…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે ત્યારે આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ પણ પડશે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે પંચમહાલ અને વડોદરા ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠાની શક્યતા રહેશે.
એક તરફ રાજ્યમાં ઠંડીએ જોર પકડયું છે. ત્યારે આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલે ઠંડી અને કમિસમી વરસાદને લઈ આગાહી કરી છે. 3 દિવસ કાતિલ ઠંડીથી મળી શકે આંશિક રાહત થશે. 29 તારીખ સુધી ઠંડીમાં ઘટાડો થશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન વધશે. ત્યારે અમદાવાદમાં 17થી 18 ડિગ્રી તાપમાન રહી શકે છે.
ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડી પડશે
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. સખત ઠંડીને કારણે એક તરફ લોકો ઠુઠવાઈ રહ્યાં છે. ત્યારે ફેબ્રુઆરીમાં પણ કડકડતી ઠંડી પડવાની આગાહી. ફેબ્રુઆરીના બીજા સપ્તાહે બર્ફીલી ઠંડી પડશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
ADVERTISEMENT
આવતી કાલે પડી શકે છે માવઠું
આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. 28-29-30 તારીખે ઘણી જગ્યાએ માવઠું થઈ શકે છે. પંચમહાલ, વડોદરા, ભરૂચમાં માવઠું થઈ શકે છે ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છાંટા પાડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. ત્યારે ફેબ્રુ.ના બીજા સપ્તાહમાં પણ માવઠું પડી શકે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT