રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી

ADVERTISEMENT

rain
rain
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર મેઘ સવારી આવી રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. એવામાં ફરી એકવાર મેઘરાજા ગુજરાતને ઘમરોળશે. હવામાન વિભાગ મુજબ, આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 5 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, છોટા ઉદેપુર, સુરત, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, જુનાગઢ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જામનગર તથા દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

નર્મદા અને નવસારીમાં સવારથી મેઘરાજાની એન્ટ્રી
હવામાન વિભાગની આગાહીને પહલે આજે સવારથી જ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે નવસારીના ખેરગામમાં પણ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ઉપરાંત રાજકોટમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.

ADVERTISEMENT

ગુજરાતમાં સીઝનનો 100 ટકા વરસાદ
નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં 155 ટકા, ઉત્તર ગુજરાતમાં 110 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 108 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 89 ટકા અને પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 82 ટકા વરસાદ પડ્યો છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT